વિજયેન્દ્ર પ્રસાદ બાબરી મસ્જિદના ધ્વંસ પર ફિલ્મ ‘કબીર’ બનાવશે

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 40

મુંબઈ,
‘બજરંગી ભાઇજાન’ની સીક્વલની છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. જાેકે, એના વિશે ડિરેક્ટર કબીર ખાનને પૂછવામાં આવ્યું તો તેઓ આવા કોઈ પ્લાનથી અજાણ હોવાનું જણાય છે. ‘બજરંગી ભાઇજાન’ના રાઇટર કે વિજયેન્દ્ર પ્રસાદને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘મારી પાસે સીક્વલ માટે કેટલાક આઇડિયાઝ છે. અને હું એમના પર કામ કરી રહ્યો છું. જાેકે, કશું જ કોન્ક્રીટ નથી. ‘ઉપરાંત અત્યારે કોઈ ડિરેક્ટર જાેડાયેલા નથી. એટલે અત્યારે કોઈ સીક્વલ નથી.
વિજયેન્દ્ર પ્રસાદ દેશમાં ખળભળાટ અને ઉથલપાથલવાળા એવા સમયગાળામાં સેટ એક ફિલ્મને ડિરેક્ટ કરશે કે જેના પગલે ૧૯૯૨માં છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદનો ધ્વંસ થયો હતો. આ ફિલ્મનું નામ ‘કબીર’ છે.
એક સોર્સે જણાવ્યું, ‘એ સરકાર તરફી ફિલ્મ નથી. ‘કબીર’માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી દેશમાં કેવો ખળભળાટ મચ્યો હતો એ રજૂ કરવામાં આવશે.’ આ ફિલ્મને વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને પહલાજ નિહલાની દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવશે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર કબીર અને બાબરી મસ્જિદના ધ્વંસ પછી તે કેવા અનુભવોમાંથી પસાર થાય છે એની સ્ટોરી હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.