અનુપમામાં વારંવાર રોકકળ અને ડ્રામા જોઈને કંટાળ્યા દર્શકો

ફિલ્મી દુનિયા

મુંબઈ, ટીવી પર દર થોડા-થોડા સમયે નવા શોઝ શરૂ થતાં રહે છે અને બંધ પણ થઈ જાય છે. કેટલીક સીરિયલો દર્શકો વચ્ચે પોતાનું સ્થાન બનાવી લે છે તો કેટલાક શો દર્શકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ જાય છે. ૨૦૨૦માં ટીવી પર આવો જ એક શો શરૂ થયો જેનું નામ છે ‘અનુપમા’. આ શો શરૂ થતાં જ દર્શકોના દિલ પર છવાઈ ગયો અને ટીઆરપીના રેકોર્ડ તોડી નાખ્યા. લાંબા સમય સુધી આ સીરિયલ ટીઆરપી ચાર્ટમાં નંબર વનના સ્થાને રહી છે. પરંતુ હવે એવો સમય આવ્યો છે જ્યારે દર્શકો ‘અનુપમા’ બંધ કરવાની માગ કરી રહ્યા છે. શોનો જે લેટેસ્ટ પ્રોમો સામે આવ્યો છે.

અનુપમા સીરિયલ શરૂ થઈ ત્યારે મહિલાઓ માટે એક સ્ટ્રોન્ગ મેસેજ લઈને આવી હતી. પરંતુ જેમ-જેમ આ શોની વાર્તા આગળ વધતી ગઈ તેમ કંટાળાજનક થવા લાગી. પહેલા અનુપમા (રૂપાલી ગાંગુલી)એ વનરાજ શાહ (સુધાંશુ પાંડે) સાથે ડિવોર્સ લઈને અનુજ કપાડિયા (ગૌરવ ખન્ના) સાથે લગ્ન કર્યા. જે બાદ અનુજ અને અનુપમાએ પોતાની ફેમિલી આગળ વધારવા માટે એક દીકરીને દત્તક લીધી. હવે આ જ દીકરીને લીધે અનુજ અને અનુપમના પ્રેમભર્યા સંબંધમાં તિરાડ પડી છે. શોનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં અનુજ અનુપમાને કહે છે કે તે પોતાની દીકરીને અલગ કઈ રીતે કરી શકે છે. અનુના જવાથી અનુજ ભાંગી પડયો છે.

પતિ-પત્ની વચ્ચે દીકરીને લઈને બોલાચાલી થઈ રહી છે. આ દરમિયાન અનુજ અનુપમાને કહે છે કે, તે અનુની સગી મા ના હોવાથી તેને જવા દીધી છે. જવાબમાં અનુપમા કહે છે કે, મા તો મા હોય છે અને તેના પર આરોપ ના લગાવી શકાય. અનુપમાની મમતા પર સવાલ ઉઠતાં લોકોએ સીરિયલને લઈને પણ કેટલાય સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ મુદ્દે જાતજાતની ટિપ્પણી કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, અનુજ આટલો મોટો બિઝનેસમેન હોવા છતાં આવી ઓછી વાત કઈ રીતે કરી શકે. બીજા એક યૂઝરે લખ્યું કે, આ ડ્રામા બંધ કરો. કયાં સુધી આવી રોકકળ બતાવ્યા કરશો. વળી કેટલાક યૂઝર્સે લખ્યું કે, વનરાજ બાદ હવે અનુપમા અનુજની જિંદગી ખરાબ કરી રહી છે. અનુજ બધા કામ છોડીને ફક્ત અનુપમા પાછળ ભાગ્યા કરે છે તે સમાજમાં ખોટો સંદેશ આપી રહ્યું છે,

તેમ પણ કેટલાક લોકોનું કહેવું છે. આ બધા જ સવાલો વચ્ચે એક પ્રશ્ન એવો પણ છે કે, અનુજ સાથે પરણ્યા પછી પણ અનુપમા અવારનવાર શાહ હાઉસ જઈને વનરાજના પરિવારની મુશ્કેલીઓ દૂર કરતી રહે છે. પહેલા લગ્નનો અંત આવ્યો હોવા છતાં તે વારંવાર ત્યાં જઈને બીજા લગ્નને મુશ્કેલમાં નાખી રહી છે. દીકરીના જવાથી અનુજની હાલત ખરાબ છે પરંતુ તેની ચિંતા કર્યા વિના અનુપમા શાહ પરિવાર સાથે હોળી ઉજવે છે. શોમાં ટ્વિસ્ટ આવે છે, ડ્રામા થાય છે અને છેવટે અનુપમાની કસોટી થાય છે. આ બધું વારંવાર જોઈને દર્શકો કંટાળ્યા છે અને એટલે જ શો બંધ કરવાની માગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.