ફિલ્મ IB 71ની રિલીઝ પહેલા સુવર્ણ મંદિર પહોંચ્યો વિદ્યુત જામવાલ
મુંબઈ, બોલિવૂડ એક્શન હીરો વિદ્યુત જામવાલ તેની આગામી ફિલ્મ ‘IB ૭૧’ માટે ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ તેના માટે ખૂબ જ ખાસ છે. આ તેના પ્રોડક્શનની પ્રથમ ફિલ્મ છે. ત્યારે અભિનેતા ફિલ્મના પ્રમોશન માટે અમૃતસર પહોંચ્યો હતો. જ્યાં તેણે સુવર્ણ મંદિરે પહોંચી આશીર્વાદ લીધા અને સેવા પણ કરી. અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે,
જેમાં તે સુવર્ણ મંદિરની મુલાકાત લેતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં આ દરમિયાન તેણે ભક્તોની સાથે સેવા પણ કરી હતી. આ દરમિયાન અભિનેતા લંગરના વાસણ ધોતા જોવા મળ્યો હતો. બોલિવૂડનો એક્શન હીરો વિદ્યુત જામવાલ ઘણાં દિવસોથી મોટા પડદા પરથી ગાયબ છે. આ વખતે તે નિર્માતા તરીકે આવી રહ્યો છે. વિદ્યુત જામવાલની આગામી ફિલ્મIB 71૧૨મી મેના રોજ મોટા પડદા પર આવવાની છે. એક્ટર હવે સંકલ્પ રેડ્ડી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘IB 71’સાથે સ્ક્રીન પર દેખાવાની તૈયારી કરી રહ્યો છે.
‘IB 71’ ગુલશન કુમાર T-Series Films અનેReliance Entertainmentદ્વારા રજૂ કરાઈ છે. વિદ્યુત જામવાલ, અનુપમ ખેર અને વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકામાં છે. વિદ્યુત જામવાલ અને અબ્બાસ સૈયદ દ્વારા નિર્મિત, આદિત્ય શાસ્ત્રી, આદિત્ય ચોક્સી અને શિવ ચનાના સહ-નિર્માતા છે. અહીં નોંધનીય છે કે ફિલ્મ ‘ફોર્સ’થી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર એક્ટર વિદ્યુત જામવાલ તેના એક્શન સીન્સથી હંમેશાં ચર્ચામાં રહે છે. વિદ્યુત જામવાલની જાણીતી હિન્દી ફિલ્મોમાં ‘જંગલી’, ‘કમાન્ડો સિરીઝ’, ‘યારા’, ‘ખુદા હાફીઝ’, ‘ધ પાવર’ અને ‘બુલેટ રાજા’ વગેરેનો સમાવેશ થાય છે. ૪૦ વર્ષનો વિદ્યુત જામવાલ પ્રશિક્ષિત માર્શલ આર્ટિસ્ટ છે.
મહાન હોલિવૂડ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાનની વર્ષ ૨૦૨૩ની સૌથી મોટી ફિલ્મ ‘ઓપેનહાઇમર’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપેનહેઇમરના જીવન પર આધારિત છે, જેમને અણુ બોમ્બની શોધ કરવાનો શ્રેય આપવામાં આવે છે. ૩ મિનિટના ટ્રેલરમાં એક અલગ જ દુનિયા જોવા મળે છે. ‘ઓપનહેઇમર’ અમેરિકન વૈજ્ઞાનિક જે રોબર્ટ ઓપેનહેઇમર અને તેમના મેનહટન પ્રોજેક્ટની વાર્તા કહે છે, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સેટ કરવામાં આવી હતી. આ ફિલ્મ ૨૧ જુલાઈએ રિલીઝ થશે.