પત્નીને ડિવોર્સ આપવા અંગેનો સવાલ સાંભળી ચોંકયો વિકી કૌશલ

ફિલ્મી દુનિયા

મુંબઈ, વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ ૨ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મ તેવા કપલની કહાણી છે, જેઓ સંયુક્ત પરિવારમાં રહે છે અને બાદમાં કોઈ વાતથી ઝઘડો થતાં વાત છેક સુધી ડિવોર્સ સુધી પહોંચી જાય છે. ફિલ્મના આ બંને લીડ એક્ટર્સ છેલ્લા કેટલાક દિવસથી સતત તેનું પ્રમોશન કરી રહ્યા છે અને આ જ સંદર્ભમાં તેઓ એક દિવસ પહેલા લખનઉ ગયા હતા અને ત્યાંના હનુમાન સેતુ મંદિરમાં માથુ ટેકવ્યૂં હતું. બાદમાં તેમણે મીડિયા સાથે વાત પણ કરી હતી.

જ્યાં એક પત્રકારે એક્ટરને ડિવોર્સ વિશે સવાલ કર્યો હતો જેનો તેણે હટકે જવાબ આપ્યો હતો. લખનઉની એક હોટેલમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન સોન્ગ સાંજા રિલીઝ કરવામાં આવ્યું હતું. જે બાદ એક પત્રકારે ડિવોર્સ સાથે જોડાયેલો સવાલ પૂછયો હતો. જેના જવાબમાં વિકી કૌશલે કહ્યું હતું કે ‘મને લાગે છે કે મારા તો હજી પરમદિવસે જ લગ્ન થયા છે. આ સવાલ પહેલા થોડા તો લગ્નજીવનને જીવવા દો. હજી તો શરૂઆત થઈ છે અને હાલ તો સુખ જ સુખ છે મારા જીવનમાં’. બાદમાં વિકીએ તે પત્રકારને પૂછયું હતું કે ‘શું તમારા લગ્ન થઈ ગયા?’ તો પત્રકારે કહ્યું હતું ‘ના હજી નથી થયા’ ત્યારે એક્ટરે કહ્યું હતું ‘એટલે જ તમે આવા સવાલ કરી રહ્યા છો’.

પત્રકારે વિકીને સવાલ કર્યો હતો કે ‘તમારી ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે લગ્નના થોડા વર્ષ બાદ ડિવોર્સની નોબત આવે છે, તમારા લગ્ન થઈ ગયા થઈ ગયા છે તો કેવો અનુભવ રહ્યો કે લગ્ન બાદ પ્રેમ રહે છે કે પછી ઝઘડો થાય છે. શું ડિવોર્સ સુધી વાત પહોંચી જાય છે. જણાવી દઈએ કે, વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ‘જરા હટકે જરા બચકે’ના શૂટિંગ દરમિયાન જ થયા હતા. તેમણે ડિસેમ્બર ૨૦૨૧માં સાત ફેરા લીધા હતા. બંનેની પહેલી મુલાકાત એક એવોર્ડ શોમાં થઈ હતી, જેને આયુષ્માન ખુરાના અને વિકીએ હોસ્ટ કર્યો હતો.

અહીં એક્ટરે કેટ સાથે મજાક કરતાં કહ્યું હતું ‘તમે કોઈ સારા વિકી કૌશલને શોધીને લગ્ન કેમ નથી કરી લેતા? લગ્નની સીઝન ચાલી રહી છે’, આ વાત સાંભળી કેટરીના ચોંકી ગઈ હતી. હાલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં વિકી કૌશલે કહ્યું હતું કે, એવોર્ડ શોમાં તેણે જે કંઈ કહ્યું તે સ્ક્રિપ્ટેડ હતું. જો કે, તેણે જે કહ્યું તે જ બંનેના ભાગ્યમાં લખાયું હતું. જ્યારે કેટરીના સ્ટેજ પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે વિકીએ કહ્યું હતું ‘મુજસે શાદી કરોગી?’ આ દરમિયાન સલમાન ખાન પણ ત્યાં હાજર હતો અને તેનું રિએક્શન ગજબનું હતું.

આ પહેલા કેટરીના કરણ જોહરના ચેટ શોમાં હાજર રહી હતી અને ઓનસ્ક્રીન તેની જોડી વિકી કૌશલ સાથે સારી લાગશે તેમ કહ્યું હતું. બાદમાં બંને ઝોયા અખ્તરે હોસ્ટ કરેલી પાર્ટમાં મળ્યા હતા. જ્યાંથી તેઓ એકબીજાને વધુ જાણતા થયા હતા. કપલે કયારેય પણ જાહેરમાં તેમના સંબંધો વિશે વાત નહોતી કરી. સીધા જ લગ્નની તસવીરો શેર કરીને બધાને સરપ્રાઈઝ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.