વિક્કી કૌશલે ઉજવ્યો પોતાનો ૩૪મો જન્મદિવસ

ફિલ્મી દુનિયા

વિક્કી કૌશલે ઉજવ્યો પોતાનો ૩૪મો જન્મદિવસબોલીવુડ અભિનેત્રી વિક્કી કૌશલ આજે પોતાનો ૩૪મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે તેની પત્ની અને ફિલ્મ અભિનેત્રી કેટરિના કૈફે કેટલાક અનસીન ફોટો શેર કર્યા છે. સાથે જ પતિ પર ખૂબ પ્રેમ વરસાવતા તેણે દિલથી દુઆ પણ આપી છે. આપને જણાવી દઈએ કે, કેટરિના અને વિક્કી કૌશલે ડિસેમ્બર ૨૦૨૧માં લગ્ન કર્યા હતા. કેટરિનાએ ફેન્સની સાથે વિક્કી કૌશલ અને તેના ફોટો શેર કરી દિલની વાત કરી હતી. કેટરિનાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે.

એક ફોટોમાં વિક્કી કૌશલ તેને ભેટી રહ્યો છે. આ ફોટો ખૂબ જ સુંદર છે, જેની પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. આ ફોટોની સાથે કેટરિનાએ લખ્યું હતું કે, થોડો ડાન્સ, ઢેર સારા પ્યાર. હેપ્પીવાલા બર્થડે મેરે હાર્ટ. કેટરિનાના આ પોસ્ટ પર એક ફેન્સે તો વીડિયોની પણ ડિમાન્ડ કરી દીધી હતી. ફેને લખ્યું હતું કે, અમને આ ડાન્સનો વીડિયો પણ જોઈએ છે. જ્યારે એક ફેને લખ્યું હતું કે, એક જ દિલ છે. કેટલી વાર જીતશો. મહત્વનું છે કે, વિક્કી અને કેટરિનાએ જ્યારથી લગ્ન કર્યા છે. ત્યારથી ફેન્સ તેમની આ જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ બંને સેલિબ્રિટી જે પણ પોસ્ટ કરે તેની પર ફેન્સ પ્રેમ વરસાવતા હોય છે. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, વિક્કી કૌશલ ટૂંક સમયમાં જરા હટકે, જરા બચ કેમાં સારા અલી ખાન સાથે જોવા મળશે, જે ૨ જૂને રિલીઝ થશે. જોકે, વિક્કીની આ ફિલ્મનું ટ્રેલર હજી હમણાં જ રિલીઝ થયું છે. જ્યારે કેટરિના કૈફ ટાઈગર ૩માં જોવા મળશે. આ ઉપરાંત વિક્કી કૌશલ સેમ બહાદૂર, ડંકી અને મેરે મહેબૂબ મેરે સનમમાં પણ જોવા મળશે. બીજી તરફ કેટરિના કૈફની પાસે વધુ એક ફિલ્મ છે, જેનું નામ મૈરી ક્રિસમસ છે, જેમાં તેની સામે વિજય સેતુપતિ જોવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.