વરુણ ધવન-નતાશા દલાલ લગ્ન બંધનમાં બંધાયા, જુઓ લગ્નની તસવીરો

ફિલ્મી દુનિયા

વરુણ ધવને 24મી જાન્યુઆરીના રોજ પંજાબી રીત-રિવાજથી નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. વરુણે મુંબઈને બદલે અલીબાગના ધ મેન્શન હાઉસમાં લગ્ન કર્યા હતા. આમ તો લગ્ન બપોરના હતા, પરંતુ મોડું થવાને કારણે લગ્ન સાંજના નક્કી કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, લગ્નમાં વરુણ ધવને સલમાનના ગીત પર એન્ટ્રી લીધી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પહેલાં ચર્ચા હતી કે લગ્ન બપોરના થવાના છે, જોકે શનિવાર, 23 જાન્યુઆરીના રોજ સંગીત સેરેમની યોજાઈ હતી. સંગીત સેરેમનીમાં DJ બોસ્કોને બોલાવવામાં આવ્યો હતો. DJ પાર્ટી વહેલી સવાર સુધી ચાલી હતી, આથી જ બીજા દિવસના તમામ શિડ્યૂલમાં મોડું થઈ ગયું હતું. હલદી સેરેમની સવારે થવાની હતી, પરંતુ એ બપોરે 12.45 વાગે થઈ હતી. ત્યાર બાદ નતાશાની ચૂડા સેરેમની યોજાઈ હતી.

હલદી સેરેમનીમાં વરુણ ધવનના મિત્રોએ બે ટીમ પાડી હતી, જેમાં એક ટીમનું નામ હમ્પ્ટી મિત્રોએ ટીમના નામ સાથે કલર પ્રિન્ટેડ ટીશર્ટ પણ બનાવ્યું હતું.

નતાશા દલાલ પોતે જ ફેશન ડિઝાઈનર છે અને તેણે બ્રાઈડલ વેર જાતે જ તૈયાર કર્યા હતા. વરુણ ધવને મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર આઉટફિટ પહેર્યા હતા. નતાશા તથા વરુણે કલર કો ઓર્ડિનેટ કર્યું હતું. બંનેએ ઓફ વ્હાઈટ રંગનાં કપડાં પહેર્યાં હતાં. નતાશા એકદમ સિમ્પલ પણ ઘણી જ સુંદર લાગતી હતી.

સાંજે સાત વાગે વરુણ ધવનની જાન મેન્શન હાઉસની અંદર જ કાઢવામાં આવી હતી. જાનૈયામાં કરન જોહર, મનીષ મલ્હોત્રા, કુનાલ કોહલી જોવા મળ્યા હતા. જાનૈયાઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. ઢોલના તાલે જાનૈયાઓ ઝૂમી ઊઠ્યા હતા.

વરુણ ધવન ઘોડી પર નહીં, પરંતુ ક્વોડ બાઈક પર જાનમાં જોવા મળ્યો હોવાની ચર્ચા છે. સલમાનની ફિલ્મ ‘સલામ-એ-ઈશ્ક’નું ગીત ‘તેનુ લે કે મૈં જાવાંગા’ પર વરુણ ધવનની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરુણ ધવનના નિકટના મિત્રોએ ‘મેરે યાર કી શાદી’, ‘તનુ વેડ્સ મનુ’ના ગીત ‘સાડી ગલી આયા કરો’ પર ડાન્સ કર્યો હતો. વરુણ ધવનના લગ્ન ફૂલ ઓન પંજાબી સ્ટાઈલમાં થયા હતા.

લગ્ન બાદ વરુણ ધવન તથા નતાશા દલાલે કોકટેલ પાર્ટી આપી હતી. કોકટેલ પાર્ટીમાં નતાશા તથા વરુણે રોમેન્ટિક ડાન્સ પર્ફોર્મ કર્યાં હતાં. વરુણ તથા નતાશાના લગ્નમાં પંજાબી તથા કોન્ટિનેન્ટલ ફૂડ સર્વ કરવામાં આવ્યું હતું.

મેન્શનની અંદર વરુણ ધવન તથા નતાશા દલાલની લગ્નવિધિ સંપન્ન થઈ ગઈ ત્યારે મેન્શનની બહાર ઊભેલા ફોટોગ્રાફર્સ તથા અન્ય લોકોને બુંદીના લાડુ વહેંચવામાં આવ્યા હતા.

વરુણ ધવનના લગ્ન હોવાથી મેન્શન હાઉસની બહાર 100થી વધુ ફોટોગ્રાફર્સ જમા થયા હતા. આ તમામ ફોટોગ્રાફર્સને ફૂડ પેકેટ આપવામાં આવ્યાં હતાં, જેમાં ગુલાબજાંબુ, દાળ-ભાત, બટર રોટી તથા પનીરની સબ્જી હતી.

લગ્નની તમામ જવાબદારી વરુણ ધવનના મોટા ભાઈ રોહિત ધવન પર હતી. કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, મહેમાનો બહુ જ ઓછા હતા. રોહિત ધવને તમામ મહેમાનોનું અંગત રીતે ધ્યાન રાખ્યું હતું. ડેવિડ ધવને કોઈપણ ચિંતા વગર નાના દીકરાના લગ્નને માણ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.