તોષુનું દિમાગ ઠેકાણે લાવવા મોટું પગલું ભરશે અનુપમા?

ફિલ્મી દુનિયા

મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ અનુપમામાં અત્યારે રસપ્રદ ટેક ચાલી રહ્યો છે. પ્રોમો અનુસાર આગળના એપિસોડમાં પણ ખૂબ ડ્રામા જાેવા મળશે. વર્તમાન ટ્રેક અનુસાર તોષુની હકીકત સામે આવ્યા પછી વનરાજ તેને ઘરમાંથી બહાર નીકાળી દે છે. બા તોષુને ઘરમાં રાખવાની ખૂબ વિનંતી કરે છે પરંતુ કિંજલને દગો આપ્યો હોવાને કારણે વનરાજ એકનો બે નથી થતો. અનુપમાએ બે ઘરો વચ્ચે વહેંચાવુ ના પડે તે માટે કિંજલ પોતાની નવજાત દીકરી આર્યાને લઈને કપાડિયા હાઉસમાં શિફ્ટ થઈ જાય છે. કિંજલ શાહ હાઉસમાં રહેવા નથી માંગતી. અહીં બરખા કિંજલના સતત કાન ભરતી રહે છે.

અનુજ કપાડિયા હવે ઓફિસ જવાની શરુઆત કરે છે. આ દરમિયાન અનુપમાને સમરનો ફોન આવે છે કે તોષુ લાપતા થઈ ગયો છે. સમર અનુપમાને ફોનમાં જણાવે છે કે પારિતોષ આત્મહત્યાની ધમકી આપતો હતો. આ સાંભળીને કિંજલ પણ ગભરાઈ જાય છે પરંતુ અનુપમા તેને આશ્વાસન આપે છે કે તે તોષુને શોધી કાઢશે. અનુપમાની ગેરહાજરીમાં બરખા કિંજલને ખરીખોટી સંભળાવે છે અને પારિતોષ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે. તોષુ કપાડિયા મેન્શન પહોંચી જાય છે અને કિંજલ અને દીકરીને લઈ જવાનો પ્રયત્ન કરે છે. તોષુ નશામાં ધુત્ત હોવાને કારણે અનુજ તેને દીકરીથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. તોષુ જ્યારે નસ કાપવાની ધમકી આપે છે ત્યારે જ અનુપમા આવી પહોંચે છે. અનુપમા તોષુને ખરીખોટી સંભળાવે છે.

તે તોષુને કિંજલને માફ કરવા મજબૂર કરવા બદલ ધમકાવે છે. તે તોષુને પોતાના ઘરમાંથી નીકળવાનો આદેશ આપે છે. પારિતોષ અનુપમાના ઘરમાં તોડફોડ કરે છે. અનુજ વનરાજને ફોન કરીને જણાવે છે કે, તે આવીને પારિતોષને લઈ જાય નહીં તો પોલીસ સ્ટેશનમાં મોકલી દેશે. પ્રોમો અનુસાર, પારિતોષ કોઈ પણ ભોગે દીકરી આર્યાને પાછી મેળવવા માંગે છે. તે પોતાની આ સ્થિતિ માટે અનુપમાને જવાબદાર માને છે. અને તે અનુપમાની દીકરી છોટી અનુને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

એવુ માનવામાં આવી રહ્યું છે કે, હવે અનુપમા કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે અને ત્યાંથી પારિતોષને રિહેબ સેન્ટર મોકલવામાં આવશે. આ દરમિયાન તેને નશાથી દૂર રાખવામાં આવશે. આ દરમિયાન અનુજ કપાડિયાની શું પ્રતિક્રિયા હશે, કિંજલ શું ર્નિણય લેશે, બરખા અને અનૂજ આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને પોતાના પાપડ શેકવાનો પ્રયત્ન કરશે કે કેમ, આ તમામ પ્રશ્નોના જવાબ અપકમિંગ એપિસોડમાં મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.