
અમેરિકી અભિનેતા લાંસ રેડિકનુ નિધન થયુ
ધ વાયર અને જ્હોન વિકમાં પોતાના કામ માટે જાણીતા થયેલા અમેરિકન અભિનેતા લાન્સ રેડિકનું 60 વર્ષની વયે નિધન થયું છે.આમ જ્હોન વિક ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ આગામી 24 માર્ચે રિલીઝ થવાની હતી.જેમાં તેમણે કેરેનની ભૂમિકા ભજવી હતી.વર્ષ 2014માં રેડ્ડિકે એક્શન-થ્રિલર ફિલ્મ જ્હોન વિકમાં અભિનય કર્યો હતો.ત્યારે આ ફિલ્મમાં સતત ત્રણ ફિલ્મોનો પાર્ટ રહ્યાં હતા તેમજ 4થી સીરીઝ આ મહિને રિલીઝ થવાની છે.આ સિવાય તેઓએ વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે અને ડેસ્ટિની,ડેસ્ટિની 2,હોરાઇઝન:ઝીરો ડોન અને હોરાઇઝન:ફોરબિડન વેસ્ટ વિડિયો ગેમ્સમાં પોતાનો અવાજ આપ્યો છે.