ઉર્વશી ધોળકિયાને પ્રશંસકે સોશિયલ મીડિયા પર અપશબ્દ કહ્યા, બ્લોક કરવાની કરી માંગ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
‘કસૌટી જિંદગી કી’માં કૌમોલિકા બાસુની ભૂમિકા ભજવીને ખૂબ પ્રખ્યાત બનેલી ઉર્વશી ધોળકિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટવ રહે છે અને તેના ચાહકો માટે અવારનવાર પિક્ચર અને વીડિયો શેર કરતી રહે છે. જા કે કેટલીક વખત, સોશિયલ મીડિયા પર પ્રશંસકો તેની મર્યાદા ભૂલી જતા હોય છે. જેનો જવાબ આપવો આ સેલેબ્સ માટે જરૂરી છે.
થોડા દિવસ પહેલા જ ઉર્વશી ધોળકિયાની એક પોસ્ટ પર એક યુઝરે તેને અપશબ્દો કહ્યા હતા. તેની એક પોસ્ટ પર એક યૂઝરે ઉર્વશીને ‘ગોલ્ડ ડિગ્ગર’ ત્યારે અભિનેત્રી બરાબરની ભડકી હતી તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રીનશોટ શેર કરી ગુસ્સો કર્યો હતો. ઇન્સ્ટાગ્રામને પણ આ યુઝરને તાત્કાલીક બ્લોક કરવા અપીલ કરી છે. ઉર્વશીએ તેની પોસ્ટમાં લખ્યું, ‘ઇન્સ્ટાગ્રામ મને લાગે છે કે આ વ્યક્તને ડીલીટ કરી નાખવાનો આ યોગ્ય સમય છે. સોશિયલ મીડિયા પર ઘટીયા અને વાહિયાત વ્યÂક્તને અટકાવવા જાઇએ. ઉર્વશી ધોળકિયાનું નામ એ અભિનેત્રીઓમાં સામેલ છે જે હંમેશાં સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો ખુલ્લેઆમ વ્યક્ત કરે છે.
ઉર્વશીએ તેની કારકિર્દીની શરૂઆત જાહેરાતોથી કરી હતી. ૬ વર્ષની ઉંમરે એક સાબુ માટે જાહેરાત કરી હતી. આ પછી તે ટીવી સીરિયલ ‘દેખ ભાઈ દેખ’ માં દેખાઇ હતી જેમાં તેણે શિલ્પાની ભૂમિકા નિભાવી હતી. ઉર્વશી બિગ બોસ સિઝન ૬ માં જાવા મળી હતી અને તેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ આવી હતી. ખૂબ જ નાની ૧૭ વર્ષની ઉંમરે ઉર્વશીના લગ્ન થયાં , ઉર્વશી બે જાડિયા પુત્રો સાગર અને ક્ષિતિજની માતા બની હતી. એકતા કપૂરની સિરિયલ ‘કસૌટી જિંદગી કી’માં ખલનાયિકા બની પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી હતી. ઘરે ઘરે કૌમોલિકાના પાત્રથી જાણીતી અભિનેત્રી ખુબજ સફળ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.