કૂટનીતિની દુનિયામાં રહસ્યોની કિંમત વઘારે : જ્હાન્વી કપૂર
મુંબઈ, જ્હાન્વી કપૂર આજની પેઢીની સૌથી બેસ્ટ એક્ટ્રેસમાંથી એક છે. જાહન્વી કપૂર જલદી એક આઇએફએસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. જ્હાન્વી કપૂર ટૂંક સમયમાં ફિલ્મ ઉલઝમાં જોવા મળશે. એક્ટ્રેસે હાલમાં આ ફિલ્મની ઘોષણા કરી છે, જેમાં જણાવ્યુ છે કે જેમાં હું રોશન મેથ્યુ અને ગુલશન દેવૈયા સાથે સહ-કલાકાર હશે. ફિલ્મનું નિર્દેશન સુધાંશુ સરિયા કરશે. નાની ઉંમરમાં જ્હાન્વી કપૂરે અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી છે. જ્હાન્વી કપૂરનો ફેન્સ વર્ગ બહુ મોટો છો.
આ વિશેની જાણકારી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પહેલો લુક અને નામ શેર કર્યુ છે. આ સાથે કેપ્શનમાં લખ્યુ હતુ કે કૂટનીતિની દનિયામાં રહસ્યોની કિંમત વઘારે છે. Ulajhફિલ્મનું શૂટિંગ મહિનાના અંતમાં શરૂ થશે. જ્હાન્વી કપૂરના આ લુક્સને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. જ્હાન્વી કપૂરે બે તસવીર શેર કરી છે.
પહેલી તસવીરમાં જ્હાન્વી કપૂરની વચ્ચે ગુલશન દેવૈયા, રોશન મેથ્યુ, રાજેશ તૈલંગ, મિયાંગ ચાંગ, સચિન ખેડેકર, રાજેન્દ્ર ગુપ્તા અને જીતેન્દ્ર જોશી એની સાથે ઉભા છે. ફિલ્મની વાત કરતા જ્હાન્વી કપૂર જણાવે છે કેUlajhફિલ્મની કહાની માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ કહાની મને બહુ ગમી હતી કારણકે એક અભિનેતાના રૂપમાં સતત એવી કહાનીઓની રાહ જોતી હોવુ છું જે મારા કમ્ફોર્ટ જોનથી બહાર કાઢીને એક ચરિત્રને ચિત્રિત કરવામાં મદદ કરે છે.
નોંધનીય છે કે ભારતીય વિદેશ સેવાની પ્રસિદ્ધ દુનિયા પર આઘારીત હતુ. આમ, જ્યારે ફિલ્મના નામની જાણ થઇ ત્યારે આ અનેક ભાવનાઓની પેરામીટર છે જે એક સમયમાં રોમાચંક ઉભુ કરી શકે છે. જ્હાન્વી વધુમાં જણાવે છે કે આ નવી ભૂમિકામાં દર્શકો મને ખૂબ પસંદ કરશે. જંગલી પિક્ચર્સ દ્રારા નિર્મિત આ મહિનાના અંતમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આમ, તમને જણાવી દઇએ કે જ્હાન્વી કપૂર મલ્ટી ટેલેન્ટેડ છે. જ્હાન્વીના ફેન્સ આ રોલમાં જોવા માટે આતુર થઇ ગયા છે. જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. લેટેસ્ટ તસવીરો શેર કરીને જ્હાન્વી ફેન્સને ગુડ ન્યૂઝ આપતી હોય છે.