
અક્ષય-ઈમરાનની ફિલ્મ સેલ્ફીનું ટ્રેલર રિલીઝ કરાયુ
મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની અપકમિંગ ફિલ્મ સેલ્ફીનું ટ્રેલર આવી ગયું છે. જે વર્ષ ૨૦૧૯માં આવેલી મલયાલમ ફિલ્મDriving Licenceની રીમેક છે. રાજ મહેતા ડિરેક્ટેડ ફિલ્મ ‘સેલ્ફી’માં નુશરત ભરૂચા અને ડાયના પેન્ટી પણ મહત્વના રોલમાં જોવા મળશે. કબીર સિંહ, જબ વી મેટ અને વિવાહ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યા બાદ શાહિદ કપૂર OTTની દુનિયામાં પ્રવેશવા માટે તૈયાર છે. તે ડાયરેક્ટર રાજ એન્ડ ડીકેની વેબ સિરીઝ ‘ફર્ઝી’માં જોવા મળશે. આ શૉનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે,
જે અદ્બુત છે. શાહિદ ઉપરાંત તેમાં સાઉથનો ફેમસ એક્ટર વિજય સેતુપતિ પણ છે. આ ટ્રેલરનો પહેલો સીન શાહિદ કપૂરથી શરૂ થાય છે, એક સંવાદ સંભળાય છે, ‘પૈસાથી સુખ ખરીદી શકાતું નથી, માત્ર એ લોકો જ કહે છે જેની પાસે પૈસા નથી…’. આ સિરીઝમાં એક મધ્યમ વર્ગના છોકરાની વાર્તા દર્શાવવામાં આવી છે જે ઘણા પૈસા કમાવા માગે છે, પરંતુ તે નકલી નોટો છાપવાનું શરૂ કરે છે. શું તે આ માર્ગે સફળતાના શિખરે પહોંચશે? આ વેબ શૉ તમેAmazon Prime Videoપર જોઈ શકો છો.
જે ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સ્ટ્રીમ થશે. બોલિવૂડની અપકમિંગ ફિલ્મ શહઝાદાનું ટ્રેલર આવી ગયું છે. જે અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મAla Vaikunthapurramulooની રીમેક છે. ડિરેક્ટર રોહિત ધવનની આ ફિલ્મ ‘શહઝાદા’માં એક્ટર કાર્તિક આર્યન, ક્રિતિ સેનન, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, રોનિત રોય મુખ્ય રોલમાં જોવા મળશે. ‘શહઝાદા’ ફિલ્મ તારીખ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મ ‘શહઝાદા’માં એક્ટર કાર્તિક આર્યન એક્શન પેક્ડ રોલમાં જોવા મળી રહ્યો છે.