ટપ્પૂનો રોલ કરનાર રાજનો સોન્ગ વીડિયો સામે આવ્યો છે

ફિલ્મી દુનિયા

મુંબઈ, રાજ અનડકટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પોપ્યુલર પાત્રોમાંથી એક છે. રાજ આ શોમાં ટપ્પૂનું પાત્ર નિભાવી ઘર-ઘર સુધી પહોંચી ગયો છે. ત્યારે આ શો ઉપરાંત રાજ પોતાના કરિયરને વધુ ઉંચાઈઓ સુધી પહોંચાડવાની તૈયારીમાં લાગ્યો છે. તાજેતરમાં બોલીવુડ એક્ટર રણવીર સિંહની સાથે તેની તસવીર સામે આવી હતી. આ વચ્ચે હવે રાજનું એક નવું સોન્ગ સામે આવ્યું છે. જેમાં તે એક્ટ્રેસ કનિકા માન સાથે જાેવા મળી રહ્યો છે.

રાજના આ સોન્ગનું નામ સોરી સોરી છે, જે ૩ ઓગસ્ટના રીલિઝ થયું છે. આ સોન્ગમાં તે કનિકા માનના પ્રેમમાં પાલગ જાેવા મળી રહ્યો છે અને વીડિયોમાં બંનેની જાેડી ઘણી એટ્રેક્ટિવ લાગી રહી છે. ત્યારે હવે રાજ અને કનિકાનું આ સોન્ગ સોશિયલ મીડિયા પર ઘણું છવાયું છે અને લોકો આ સોન્ગ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે. યુટ્યુબ પર અત્યાર સુધીમાં આ વીડિયોને ૨૦ લાખથી વધુ વખત જાેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ અનડકટ વર્ષ ૨૦૧૭ થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જાેડાયો હતો અને ટપ્પુનું પાત્ર નિભાવી લોકોના દિલોમાં જગ્યા બનાવી હતી. જાેકે, રાજ થોડા સમય પહેલા આ શો દૂર રહી રહ્યો છે, જે બાદ અંદાજાે લગાવવામાં આવી રહ્યો છે કે, તેણે તારક મહેતા શોને અલવિદા કહ્યું છે, પરંતુ રાજ અથવા શોના મેકર્સ તરફથી આ વિશેમાં હજુ સુધી કોઈ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી. ત્યારે રણવીર સિંહની સાથે ફોટો સામે આવ્યા બાદથી એવું માનવામાં આવી રહ્યું છે કે, ટુંક સમયમાં તેની સાથે કોઇ પ્રોજેક્ટનો ભાગ હોઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.