
એનિમલ નું સોન્ગArjan Vailyરિલીઝ કરવામાં આવ્યું
મુંબઈ, રણબીર અને રશ્મિકા મંદાનાની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલ અત્યાર સુધીના દરેક સોન્ગને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મનું નવુ એક સોન્ગ અર્જન વૈલી રિલીઝ થઇ ગયુ છે. આ ગીતમાં રણબીરનો ખુંખાર અંદાજ જોઇને તમે ખુશ થઇ જશો. આ ગીતમાં રણબીરની દમદાર એક્શન જોઇને લોકો ફિદા થઇ ગયા છે. એનિમલ મુવીનું નવું ગીત અર્જન વૈલી માત્ર એક ટ્રેક નહીં, પરંતુ આ સેન્ટ્રલ કેરેક્ટરના મનમાં ચાલી રહેલી એક યાત્રા અને ઇન્ટેન્સિટીની એક ઝલકને દર્શાવે છે. ભૂપિંદર બબ્બલનો દમદાર અવાજ એમના દ્રારા લખવામાં આવેલા બોલ અને મનન ભારદ્રાજની ઉત્કૃષ્ટ કમ્પોઝીશનની સાથે આ ટ્રેક ફિલ્મમાં રણબીર કપૂર દ્રારા નિભાવવામાં આવેલા અહમ રોલના કેરેક્ટર ડેવલપમેન્ટમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
અર્જન વૈલી એક લિરિકલ જર્ની છે જે રણબીર કપૂર દ્રારા નિભાવવામાં આવેલ ભૂમકાની પ્રતિબિંબિત કરે છે અને એક સંગીતમય કૃતિ બનાવે છે જે દમદાર છે. જો કે આ સોન્ગ જોઇને તમને પણ મુવી જોવા જવાની ઇચ્છા થઇ જશે. આ ટ્રેક એનિમલના સારને દર્શાવે છે જે નિશ્વિતરૂપથી રણબીર કપૂરના જીવનની યાદગાર ભૂમિકાઓમાંથી એક છે. આ સંગીતમય પેશકેશની સાથે એનિમલ પ્રત્યે લોકોએ ઉત્સુક્તા દર્શાવી છે. આ ક્લાસિક સાગાનું નિર્માણ પ્રસિદ્ધ નિર્માતા ભૂષણ કુમારે કર્યુ છે અને આ સિનેમેટિક માસ્ટરપિસમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ, અનિલ કપૂર જેવા ટોપના કલાકાર નજરે પડશે.
આ ફિલ્મ ૧ ડિસેમ્બરના રોજ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમમાં રિલીઝ થવા માટે તૈયાર છે. એનિમલનું નિર્માણ ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી સીરીઝ, મુરાદ ખેતાનીના સિને સ્ટૂડિયો અને પ્રણય રેડ્ડી વાંગાની ભદ્રકાળી પિક્ચર્સ દ્રારા કરવામાં આવી છે. આમ વાત કરવામાં આવે તો હાલમાં એનિમલ મુવીની હાલમાં ચારેબાજુ ચર્ચાઓ થઇ રહી છે. એનિમલ મુવીને લઇને હાલમાં દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એનિમલ મુવી હવે રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યાં અનેક લોકો રાહ જોઇને બેઠા છે.