શૈલેષ લોઢાએ પેન્ડિંગ પેમેન્ટ અંગે ફોર્માલિટી પૂરી ન કરી હોવાનું પ્રોડક્શન હાઉસે કહ્યું

ફિલ્મી દુનિયા

મુંબઈ, ૧૪ વર્ષ સુધી ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતા’નું પાત્ર ભજવનારા શૈલેષ લોઢા એક વર્ષ કરતાં વધું સમયનું બાકી મહેનતાણું કયારે મળશે તેની રાહ જોઈ રહ્યા હોવાના રિપોર્ટ્સ હતા. જો કે, પ્રોડક્શન હાઉસના નજીકના સૂત્રોએ દાવો કર્યો હતો કે, જે આરોપ લાગ્યા છે તે પાયાવિહોણા છે અને પ્રોડક્શન હાઉસ દ્વારા એક્ટરને તેમની બાકી રકમ ચૂકવવા માટે ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો હતો. સૂત્રોએ ઉમેર્યું હતું કે ‘દરેક કંપનીની એક સિસ્ટમ હોય છે અને તેની સાથે સંકળાયેલા લોકો તે અનુસરશે તેવી આશા રાખવામાં આવે છે. પ્રોડક્શન હાઉસે આજ સુધી કોઈ પણ કલાકારનું પેમેન્ટ રોકયું નથી.

શૈલેષ લોઢાને પણ તેમની રકમ મળી જશે. પરંતુ આ પહેલા તેમણે ક્લોઝર કરવાની અને પેપર્સ પર સાઈન કરવાની જરૂર પડશે. પ્રોડયૂસર આસિત કુમાર મોદીનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. શોના પ્રોજેક્ટ હેડ સુહિલ રામાણીએ કહ્યું હતું કે ‘પેપર્સ પર સહી કરવા અને પેન્ટિંગ પેમેન્ટ લઈ જવા માટે વારંવાર સંપર્ક કરવામાં આવ્યો હોવા છતાં શૈલેષ લોઢા આવ્યા નથી. જ્યારે તમે કોઈ કંપની અથવા શો છોડો છો જ્યારે એક પ્રક્રિયા હોય છે જેને અનુસરવાની અને પૂરી કરવાની જરૂર પડે છે. દરેક આર્ટિસ્ટ, સ્ટાફ અને ટેકનિશિયને પણ આ જ ફોર્માલિટી પૂરી કરવી પડે છે. ફોર્માલિટી પૂરી કર્યા વગર કોઈ પણ કંપની પેમેન્ટ આપતી નથી.

રિપોર્ટ પ્રમાણે, શોના મેકર્સે શૈલેષ લોઢાને એક વર્ષ કરતાં વધુ સમયથી તેમની ફી આપી નથી. તેઓ તેમના પૈસા કયારે મળશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ પ્રોડયૂસર આસિત મોદી આ અંગે કોઈ ધ્યાન આપી રહ્યા નથી. સૂત્રોના આધારે છાપવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે,એક્ટરે શો એટલા માટે છોડયો હતો કારણ કે મેકર્સ સાથે તેમનો ઝઘડો થયો હતો. તેમને અપમાનિત કરવામાં આવતાં હોવાનું અનુભવતા હતા.

તેથી, કોઈ પણ નોટિસ વગર શો છોડી દીધો હતો. રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, શૈલેષ લોઢા એક માત્ર એક્ટર નથી જેમને બાકીની ફી ચૂકવવામાં ન આવી હોચ. ‘અંજલીભાભી’ના રોલમાં જોવા મળેલી નેહા મહેતાને પણ મેકર્સ પાસેથી ૩૦થી ૪૦ લાખ લેવાના બાકી નીકળે છે. તેણે કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉન વખતે શો છોડયો હતો. ટપ્પુના રોલમાં જોવા મળેલો રાજ અનડકટ પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. શૈલેષ લોઢાને મેકર્સ પાસેથી જે બાકી લેવાની રકમ નીકળે છે તે છનો આંકડો ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.