નવા સમર સાગર પારેખનું ખુલ્લા દિલથી સ્વાગત કરાયું

ફિલ્મી દુનિયા

મુંબઈ, સમરના પાત્રમાં જાેવા મળેલા પારસ કલનાવતને રાતોરાત બહાર કરાતાં રૂપાલી ગાંગુલી સ્ટારર પોપ્યુલર સીરિયલ અનુપમા છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચામાં છે. એક્ટરનો કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષ માટેનો હતો, પરંતુ તેણે રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦’માં ભાગ લેતા પહેલા મેકર્સની પરવાનગી ન લીધી હોવાનું કારણ આપીને પ્રોડક્શન હાઉસે તાત્કાલિક ધોરણે તેનો કોન્ટ્રાક્ટ ખતમ કર્યો હતો. પારસ કલનાવતે ત્યારબાદ પોતાનો પક્ષ મૂકતાં ઘણા ઈન્ટરવ્યૂ આપ્યા હતા અને તેની સાથે શું થયું અને તે કેવી રીતે ષડયંત્રનો ભોગ બન્યો, તે વિશેના કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

ભૂતકાળ ભૂલીને એક્ટર જીવનમાં આગળ વધી ગયો છે અને તેના અપકમિંગ પ્રોજેક્ટ માટેની તૈયારીમાં લાગી ગયો છે. બીજી તરફ અનુપમાના મેકર્સ નવો સમર શોધી લાવ્યા છે અને સાગર પારેખ તે પાત્ર ભજવતો દેખાશે.

અનુપમાના નવા સમર ઉર્ફે સાગર પારેખને ટીમે ખુલ્લા દિલથી સ્વીકારી લીધો છે. બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, અત્યારથી જ સાગર પારેખનું તમામ કલાકારો સાથે સારું બોન્ડિંગ બની ગયું છે. કેટલાક તો તેનું સારી રીતે ધ્યાન પણ રાખી રહ્યા છે. રક્ષાબંધનની ઉજવણીના એપિસોડમાં તેની અનુપમાના ઘરમાં એન્ટ્રી થતી બતાવાશે, જ્યાં તે નાની અનુ પાસે રાખડી બંધાવશે.

સાગર પારેખે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓન-સ્ક્રીન મમ્મી રૂપાલી ગાંગુલી સાથે એક રીલ શેર કરી છે, જેમાં બંને ‘તું કિતની અચ્છી હૈ’ પર પર્ફોર્મ કરી રહ્યા છે. ક્લિપમાં બંનેનું બોન્ડિંગ દેખાઈ આવે છે. આ સાથે તેણે લખ્યું છે ‘અનુપમા અને સમર. હું વચન આપું છું કે હું કોઈને પણ નિરાશ નહીં થવા દઉં…! આજે મને સમર તરીકે જુઓ! તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.