દીકરાના જન્મ બાદ હોસ્પિટલ મળવા પહોંચેલા સાસુએ કહી વાત

ફિલ્મી દુનિયા

મુંબઈ, દીપિકા કક્કરના ઘરમાં લગ્નજીવનના પાંચ વર્ષ બાદ આખરે મમ્મી બની ગઈ છે, ૨૧મી જૂને વહેલી સવારે તેણે દીકરાને જન્મ આપ્યો. એક્ટ્રેસની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હોવાથી તે હજી પણ હોસ્પિટલમાં જ્યારે બાળકNICUમાં છે. આ દરમિયાન પતિ શોએબ ઈબ્રાહિમ સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી રહ્યો છે અને બંનેની હેલ્થ વિશે એક-એક અપડેટ આપી રહ્યો છે. મંગળવારે તેણે એક વ્લોગ શેર કર્યો હતો, જેમાં તેના બર્થ ડે સેલિબ્રેશન બાદ કેવી રીતે તેને લેબર પેઈન ઉપડયું, તેને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી તેની ઝલક દેખાડવામાં આવી હતી. આ સાથે બાળકના જન્મ બાદ તે કેટલી ખુશ હતી અને તેની આંખમાં હરખના આંસુ આવ્યા હતા તે પણ દેખાડયું હતું.

૨૦ જૂને શોએબ ઈબ્રાહિમનો બર્થ ડે હતો અને આ માટે પરિવારના સભ્યો-મિત્રો ડિનર માટે ગયા હતા. ત્યાંથી તેઓ મોડી રાતે પરત આવ્યા હતા. માંડ દોઢ કલાક થયો હશે ત્યાં દીપિકાને દુખાવો ઉપડયો હતો. શોએબ તરત તેને કારમાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો હતો, આ દરમિયાન બહેન સબા અને સાસુ પણ સાથે હતા. પહેલા એક્ટ્રેસને તેની ગાયનેકોલોજિસ્ટને ત્યાં લઈ જવામાં આવી હતી, પરંતુ બાળકનેNICUમાં રાખવું પડશે તેમ કહ્યાં બાદ ત્યાંથી બીજી હોસ્પિટલમાં રેફર કરાઈ હતી. તેને તરત જ ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી અને તેની ડિલિવરી થઈ હતી. સવાર સુધીમાં પરિવારના બધા સભ્યો એકઠા થયા અને એકબીજાને અભિનંદન પાઠવતા મીઠાઈ ખવડાવી હતી. શોએબ ઈબ્રાહિમે વ્લોગમાં આગળ તેના મમ્મી સિતારા વહુને મળવા પહોંચ્યા તેની પણ ઝલક દેખાડી હતી. તેઓ દીપિકાને ભેટી પડયા હતા અને આ દરમિયાન બંને ઈમોશનલ થઈ રડી પડયા હતા.

દીપિકાના સાસુએ તેને કહ્યું હતું કે ‘આજે તે મને એટલી અમૂલ્ય ભેટ આપી છે, મારી પાસે કહેવા માટે શબ્દો નથી. તારા પપ્પા પણ ખબર સાંભળીને રડયા હતા’ વીડિયોમાં આગળ શોએબ બધાને દીકરાનો ફોટો દેખાડતો પણ જોવા મળ્યો હતો. તેણે તેના અમ્મીને બાળકને કેમ ગ્દૈંઝ્રેંમાં રાખવો પડયો છે તે જણાવ્યું હતું. ડિલિવરીના બે દિવસ બાદની દીપિકાની હેલ્થ સારી હોવા અંગેની અપડેટ આપી હતી. શોએબે વીડિયોના અંતમાં જણાવ્યું હતું કે, દીપિકાને ડિસ્ચાર્જ કરવાનું ડોક્ટરે કહ્યું હતું. પરંતુ બાળક NICUમાં છે તેથીતેમણે ના પાડી દીધી હતી. કારણ કે, હોસ્પિટલ બાંદ્રામાં છે અને ઘર મીરા રોડ પર છે. આટલા લાંબા રૂટ પર નિયમિત ૨-૩ દિવસ સુધી બ્રેસ્ટ મિલ્ક મોકલવું અને મળવા આવવું તે શકય નહોતું. અંતમાં તેણે બાળક જલ્દીથી ઘરે જઈ શકે તેવી પ્રાર્થના કરવા કહ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.