The kerala story: ઓટીટી રીલીઝને લઈને ફસાઈ ધ કેરલા સ્ટોરી
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. થોડા દિવસો પહેલા, ફિલ્મના નિર્માતાઓએ તેને OTT પર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે એવા અહેવાલો છે કે ઓટીટી પર આ ફિલ્મને રિલીઝ કરવામાં નિર્માતાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમાચાર મુજબ, મેકર્સને ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને કોઈ યોગ્ય ડીલ મળી રહી નથી.
ધ કેરલા સ્ટોરી ફિલ્મના ડાયરેક્ટર સુદીપ્તો સેન ફિલ્મની OTT રિલીઝને લઈને ઘણા સવાલો ઉભા કરી રહ્યા છે. ફિલ્મના ડીરેક્ટર સુદીપ્તોએ ‘ધ કેરલા સ્ટોરી’ની ઓટીટી રિલીઝ વિશે કહ્યું હતું કે આ અંગે કોઈ સારી ડીલ મળી નથી. આ સાથે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક ગ્રુપ પર પણ ઘણી બાબતોનો આરોપ લગાવ્યો છે.
ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા સુદીપ્તો સેને કહ્યું કે ‘આ ફિલ્મ હિટ થતાં જ ઘણા લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. આ સાથે, વાતચીતમાં ક્યાંક એ વાતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે લોકો કોઈપણ રાજકીય રીતે વિવાદાસ્પદ ફિલ્મમાં સામેલ થવાથી બચવા માટે OTT અધિકારો ખરીદવાનું ટાળી રહ્યા છે.
અગાઉ એવા અહેવાલ હતા કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ G5 પર રિલીઝ થશે. પરંતુ તે સમયે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી ન હતી અને ન તો મેકર્સે તેના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં અદા શર્માની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. બીજી તરફ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’એ લગભગ 288 કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું.
Tags film india the kerala story