ધ કેરાલા સ્ટોરીએ ૬ દિવસમાં રૂપિયા ૬૬ કરોડની કમાણી કરી

ફિલ્મી દુનિયા

મુંબઈ, વિપુલ શાહ નિર્મિત ધ કેરાલા સ્ટોરી શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી હતી અને મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. પરંતુ તમામ હોબાળા વચ્ચે ‘ધ કેરાલા સ્ટોરી’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી હતી. જે રીતે તેના શો હાઉસફુલ ચાલી રહ્યા છે તે જોઈને માનવામાં આવી રહ્યું છે કે અદા શર્માની આ ફિલ્મ ટૂંક સમયમાં મોટા આંકડાને સ્પર્શ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે,

પરંતુ તેનો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. અદા શર્મા સ્ટારર આ ફિલ્મ The Kerala Story થિયેટર્સમાં તારીખ ૫ મે, ૨૦૨૩ના દિવસે રિલીઝ થઈ છે. હાલમાં જ થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ધ કેરાલા સ્ટોરીએ રિલીઝના ૬ દિવસમાં ૬૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. પશ્ચિમ બંગાળમાં ધ કેરાલા સ્ટોરી પર પ્રતિબંધ મૂકવા છતાં તેની કમાણી પર કોઈ અસર પડી નથી. અત્યારના ટ્રેન્ડ મુજબ, ધ કેરાલા સ્ટોરી આ શનિ-રવિમાં બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી શકે છે.

આ ફિલ્મ રિલીઝ થતાં પહેલા અનેક જગ્યાએ વિવાદ થયો હતો. જોકે, આ ફિલ્મમાં બતાવવામાં આવેલા કન્ટેન્ટ અને તેના વિષય અંગે હોબાળો થયો હતો. ફિલ્મના નિર્દેશકે ફિલ્મને મળતી પ્રતિક્રિયા અંગે પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યો છે. આ પહેલા તેમણે જણાવ્યું હતું કે, તેમણે અને તેમની ટીમે દર્શકોને વિનંતી કરી છે કે પહેલા ફિલ્મ જુઓ અને ત્યારબાદ પ્રતિક્રિયા કે મંતવ્ય આપો. આ ફિલ્મને બોક્સઓફિસ પર પહેલા દિવસે ૮ કરોડ રૂપિયાનું ઓપનિંગ મળ્યું છે. તે અંગે નિર્દેશકે ખુશ થઈને આ વાત કરી હતી.

ફિલ્મ નિર્દેશકે જણાવ્યું હતું કે, મેં ધ કાશ્મીર ફાઈલ્સ પહેલાથી આ વિષય પર કામ કરવાનું શરૂ કર્યું હતું. હું એ નથી જાણતો કે લોકો જ્યારે મારી ફિલ્મ અંગે વાત કરે છે ત્યારે તે ધ કાશ્મીર ફાઈલ્સને કેમ વચ્ચે લાવે છે. બંને ફિલ્મની સરખામણી કરવી એ મૂર્ખતા છે. મારી આ ફિલ્મ બીજા જોનરની છે. તેનું નેરેટિવ પણ અલગ છે. ફિલ્મ નિર્દેશક સુદિપ્તો સેને જણાવ્યું હતું કે, તેમણે આ વિષય પર ૭ વર્ષ સુધી રિસર્ચ કર્યું છે. ઉપરાંત તેમની પાસે ૧૦૦ કલાકથી પણ વધુની ટેસ્ટિમોની છે. જ્યારે હજારો પેજના ડોકયુમેન્ટ પણ છે,

જેને તેમણે આખી દુનિયામાંથી મેળવ્યા છે. કોન્ટ્રોવર્સીના કારણે મેકર્સે ફિલ્મના ટ્રેલરમાં પણ ફેરફાર કરવો પડયો. જોવા જઈએ તો સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવી ફિલ્મમેકર્સને હંમેશાં આકર્ષિત કરે છે, પરંતુ જ્યારે મેકર કોઈ સત્ય ઘટનાને પડદા પર ઉતારે છે ત્યારે તેની જવાબદારી વધી જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.