વિરોધના વંટોળ વચ્ચે સામે આવ્યો લાલ સિંહ ચઢ્ઢાનો પ્રથમ રિવ્યૂ

ફિલ્મી દુનિયા

મુંબઈ, આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ૧૧મી ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠી રહી છે. આમિર ખાનના જૂના નિવેદનોને કારણે લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ આમિર ખાનના ફેન્સ અને અનેક સેલેબ્સ આ ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. અને વિવાદોના આ વંટોળ વચ્ચે ફિલ્મનો પ્રથમ રિવ્યૂ સામે આવી ચૂક્યો છે. આમિર ખાનની ફિલ્મ લગાનના ડાઈરેક્ટર આશુતોષ ગોવારિકર તેમજ ઓવરસીસ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધૂએ ફિલ્મનો રિવ્યૂ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આમિર ખાને અનેક સેલેબ્સને પોતાની ફિલ્મ બતાવી હતી.

સ્વદેશ અને લગાન જેવી ફિલ્મના ડાઈરેક્ટર આશુતોષ ગોવારીકરે રવિવારના રોજ ટિ્‌વટર પર લાલ સિંહ ચઢ્ઢાના ભરપેટ વખાણ કર્યા. તેમણે ફિલ્મને ફાઈવ સ્ટાર આપ્યા છે. આશુતોષ ગોવારીકરે લખ્યું છે કે, લાલ સિંહ ચઢ્ઢાને ૫ સ્ટાર, ના..૫ ગોલગપ્પા. ફિલ્મ ખૂબ જ પસંદ આવી. આમિર અને કરીનાનો અભિનય, અતુલની સ્ક્રિપ્ટ અને અદ્વૈતનું ડાઈરેક્શન, ખુશ થઈ ગયો. ફિલ્મની આખી કાસ્ટ અને ક્રૂનને શાનદાર ફિલ્મ બનાવવા બદલ શુભકામનાઓ. આશુતોષ ગોવારીકર પહેલા ઓવરસીઝ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધુએ પણ આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મનો રિવ્યૂ આપ્યો છે. તેમણે ફિલ્મને ચાર સ્ટાર આપ્યા છે.

ઉમૈર સંધએ ટિ્‌વટર પર લખ્યું છે કે, લાલ સિંહ ચઢ્ઢાનો પ્રથમ રિવ્યૂ. કરીના કપૂર ખાને લાઈમલાઈટ ચોરી લીધી છે. તે જબરદસ્ત ફોર્મમાં છે. નાગા ચૈતન્યનો અભિનય જાેવા જેવો છે. મોના સિંહે પણ ભાવનાઓને સફળાતપૂર્વ પડદા પર ઉતારી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ તમને બાંધીને રાખે છે. સ્ક્રીનપ્લે અને સ્ટોરી તમને તાળી વગાડવાની ઘણી તકો આપશે.

ઉલ્લેખનીય છે કે લાલ સિંહ ચઢ્ઢા હોલિવૂડની કલ્ટ ક્લાસિક ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે. ટોમ હેંક્સની આ ફિલ્મે છ ઓસ્કર અવોર્ડ જીત્યા હતા. લાલ સિંહ ચઢ્ઢા આમિર ખાન પ્રોડક્શન્સ, કિરણ રાવ અને વાયાકોમ ૧૮ બેનર હેઠળ બની છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્યએ પણ કામ કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.