પ્રખ્યાત ડાયરેક્ટરે ખોલ્યા એક્ટ્રસ પ્રિયંકા ચોપડાની સર્જરીના સીક્રેટ

ફિલ્મી દુનિયા

મુંબઈ, ગ્લોબલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપડા તેના એક ઈન્ટરવ્યુના કારણે ચર્ચામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે કેટલાક બોલિવૂડ પ્રોડયુસર્સે તેની કારર્કિદીની શરુઆતમાં સર્જરી કરાવી તેની સુંદરતા વધારવાની સલાહ આપી હતી. જો કે હવે આ વાત પર નિર્દેશક અનિલ શર્માએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અનિલ શર્માએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પ્રિયંકા ચોપરાએ તેની ફિલ્મ દરમિયાન નાકની સર્જરી કરાવી હતી. શર્માએ આગળ કહ્યું હતુ કે આ સર્જરીના કારણે પ્રિયંકાનો દેખાવ બગડી ગયો હતો અને તેને ઘણી ફિલ્મો ગુમાવવી પડી હતી. તેના કારણે પ્રિયંકા એટલી નર્વસ થઈ ગઈ હતી તે મુંબઈ છોડીને પોતાના ઘરે જતી રહેવા ઈચ્છતી હતી.

 

અનિલ શર્માએ ૨૦૦૩માં સની દેઓલ, પ્રિયંકા ચોપરા અને પ્રીતિ ઝિન્ટા સાથે ફિલ્મ હીરોઃ ધ લવ સ્ટોરી ઓફ અ સ્પાય બનાવી હતી. તેણે આ ફિલ્મ સમયનો કિસ્સો યાદ કરી જણાવ્યું હતું કે ફિલ્મ સાઈન કર્યાના બે મહિના પછી જ્યારે તેઓ પ્રિયંકાને મળ્યા ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે પ્રિયંકાએ તેના નાકની સર્જરી કરાવી હતી. જેના કારણે તેનો દેખાવ બગડી ગયો હતો. શર્માએ એવો પણ દાવો કર્યો હતો કે પ્રિયંકા તે સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનું નક્કી કરી ચુકી હતી. કારણ કે તેના હાથમાંથી ઘણી ફિલ્મો નીકળી ગઈ હતી. સર્જરી પછી પ્રિયંકાનો દેખાવ એટલો બદલી ગયો હતો કે તેને ઓળખવી પણ મુશ્કેલ થઈ ગઈ હતી.

અનિલ શર્માએ આગળ કહ્યું હતું કે તે દિવસોમાં એક નિર્માતાએ તેમને પ્રિયંકાનો ફોટો બતાવ્યો હતો. તેને જોઈને શર્મા ચોંકી ગયા હતા કારણ કે પ્રિયંકાનો લુક બદલાઈ ગયો હતો. ત્યારબાદ જ્યારે પ્રિયંકા તેની માતા સાથે તેમની ઓફિસ પહોંચી ત્યારે તે રડી પડી હતી કારણ કે ઓપરેશનના કારણે તેના નાક પાસે નિશાન પડી ગયા હતા. તે સમયે પ્રિયંકાએ કહ્યું કે તેણે સાઇનસની સમસ્યાના કારણે સર્જરી કરાવી હતી પરંતુ તે નિષ્ફળ રહી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.