
પ્રિયંકાને અંડરવિયરમાં જોવા માંગતો હતો ડિરેક્ટર
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટના કારણે અવારનવાર ચર્ચામાં આવે છે. પ્રિયંકા ચોપરા પાછલા ઘણા સમયથી બોલિવૂડ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઇને મોટા-મોટા ખુલાસા કરી રહી છે. પહેલા પ્રિયંકા ચોપરાએ ઇન્ડસ્ટ્રીમાં ફેલાયેલા નેપોટિઝમને લઇને વાત કરી, તે બાદ એક્ટ્રેસે જણાવ્યું કે કઇ રીતે તેને ઇન્ડસ્ટ્રીના લોકોએ તેને કોર્નર કરી દીધી હતી.
હવે એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરા એ બોલિવૂડમાં પોતાના શરૂઆતના દિવસો યાદ કરતાં જણાવ્યું કે એક ફિલ્મા શૂટિંગ દરમિયાન ડાયરેક્ટરે તેને તેનું અંડરવિયર બતાવવાનું કહ્યું હતું. પ્રિયંકા ચોપરાએ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ ઘટના ૨૦૦૨ થી ૨૦૦૩ ની વચ્ચે બની હતી. તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી અને તેને અન્ડરકવર એજન્ટની ભૂમિકા ભજવવાની હતી. આ રોલ માટે પ્રિયંકા એક એવા ડિરેક્ટર સાથે કામ કરી રહી હતી જેને તે આજ સુધી કયારેય મળી ન હતી.
આ ફિલ્મના એક સીન દરમિયાન પ્રિયંકા ચોપરાએ એક છોકરાને સિડયૂસ કરવાનો હતો. આ માટે એક્ટ્રેસને તેના શરીર પરથી તમામ કપડા ઉતારી દેવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રિયંકા ચોપરા ઇચ્છતી હતી કે તે આ સીનમાં થોડા વધારે કપડામાં જોવા મળે, પરંતુ ડાયરેક્ટરે એકર્ટ્રેસને કહ્યું કે ના, હું તેના અંડરવેર જોવા માંગુ છું, નહીં તો કોઈ આ ફિલ્મ જોવા કેમ આવશે? પ્રિયંકા ચોપરાની સ્ટાઇલિશ સામે આ વાત કહી હતીઃ
પ્રિયંકા ચોપરાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ડાયરેક્ટરે મને આ વાત સીધી નથી કહી પરંતુ મારી સામે સ્ટાઈલિશને કહી હતી. પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તે ખૂબ જ બિન-માનવીય ક્ષણ જેવું હતું. પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તેને લાગ્યું કે તેના ટેલેન્ટનું કોઇ મહત્વ નથી. પ્રિયંકા ચોપરાએ ફિલ્મ છોડી દીધીઃ પ્રિયંકા ચોપરાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે બે દિવસ કામ કર્યા બાદ ફિલ્મ છોડી દીધી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે તેણે પ્રોડક્શન હાઉસને પોતાના ખિસ્સામાંથી પૈસા આપ્યા હતા, ત્યારબાદ તેણે ફિલ્મને લાત મારી દીધી હતી.