
મને ડિરેક્ટર કહેતા કે રેપ સીનમાં કપડાં ફાડીને બધુ કરી લે
મુંબઈ, દલીપ તાહિલ બોલીવૂડનાં એક ખ્યાતનામ એક્ટર છે. મોટાભાગની ફિલ્મોમાં તેઓ વિલનનાં રોલમાં જાટ્વેવા મળે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે પોતાની ફિલ્મી કરિયર સાથે સંકળાયેલી વાતો જણાવી હતી. તેમણે એ અફવાહ પર પણ વાત કરી કે એક સીન દરમિયાન જ્યારે તેઓ ભડકી ગયાં હતાં અને જયા પ્રદાને થપ્પડ મારી હતી. દલીપ તાહિલનું નામ હાલમાં ડ્રંક એન્ડ ડ્રાઈવનાં કેસમાં આવ્યું છે. આ બાદ ખબર ઊડવા લાગી હતી કે તેઓ ૨ મહિના જેલમાં બંધ હતાં
જો કે તેમણે આ ખબરો ખોટી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે તે જેલમાં નહોતાં. એક્સિડેન્ટમાં પીડિત એટલા ઘાયલ નહોતાં થયા. દલીપ તાહિલે જણાવ્યું કે જયા પ્રદાનાં રેપ સીનવાળી ચર્ચાઓ પણ તેઓ ઘણી સાંભળે છે. પણ એ બધું જ ખોટું છે. તેમણે કહ્યું કે તેમણે જયા પ્રદાની સાથે કયારે કામ જ નથી કર્યું. તેમણે કહ્યું કે મીટૂ દરમિયાન તેમણે સ્ટેટમેંટ ચોક્કસથી આપ્યું હતું.
દલીપ બોલ્યાં કે જ્યારે તેઓ પોતાના કરિયરની શરૂઆત કરી રહ્યાં હતાં ત્યારે કેટલાક ડાયરેક્ટર્સ તેમને કહ્તાં હતાં કે કટ થાય એ પહેલાં બધું કરી લો. કપડાં ફાડી લો. અમે કેમેરા રાખશું. કંઈ નહીં થાય. પણ હું આવું કંઈ નહોતો કરતો. મેં એમને પૂછયું કે તમે શું આર્ટિસ્ટને જણાવ્યું છે કે આવું થશે? તો ડાયરેક્ટર કહેતાં કે કરી લો કંઈ નહીં થાય. પછી હું પોતે જ આર્ટિસ્ટને જણાવી દેતો હતો કે આ પ્રકારે સીન રહેશે. હવે શકય છે કે આ વાતને જયા પ્રદા સાથે જોડી દેવામાં આવી હોય.