
22 વર્ષ પછી ફરી એકવાર એક સાથે જોવા મળશે તારા અને સકીના, રિલીજ થયું ગટર 2નું પહેલું ગીત
Gadar 2 Udd Jaa Kaale Kaava: ‘ગદર 2’ ફિલ્મનુ પહેલુ અને સૌથી લોકપ્રિય ગીત ‘ઉડ જા કાલે કાવા’ રિલીજ થઈ ગયુ છે. રિલીજ થતાની સાથે જ આ ગીતે સોશિયલ મીડિયામાં રોમાંસની એવી આગ લગાડી છે. આ ગીતમાં તારાસિંહની લેડી લવ સકીના જોવા મળી છે. આ ગીતે તારા અને સકીનાની લવ સ્ટોરીને ફરી એકવાર જીવંત બનાવી છે. આ ગીતમાં તારાસિંહ મ્યુજીકલ ઇંસ્ટ્રુમેંટ વગાડતા જોવા મળ્યા છે અને સકીના તેને પ્રેમ ભરી નજરોથી નિહાળી રહી છે.
22 વર્ષ પછી ‘ગદર 2’ ફિલ્મ માટે ફરી રિક્રીએટ કરેલા ગીતમાં તારાસિંહ અને સકીનાનો ફરી એ જ પ્રેમ જોવા મળ્યો છે. ગીતમા બતાવવામા આવ્યુ છે કે તારાસિંહ સકીના માટે ગીત ગાય છે અને સકીના તારાનો અવાજ સાંભળીને મોહીત થઈ ગઈ છે. ‘ઉડ જા કાલે કાવા’ ગીતનુ ટીજર એક દિવસ પહેલા રિલીજ કરવામા આવ્યુ હતુ જેને ચાહકોનો અઢળક પ્રેમ મળ્યો હતો. આ ગીતના ટીજરને રિલીજ કરતા કેપ્શનમા લખ્યુ હતુ-એક વાર ફરી તૈયાર થઈ જાઓ મહાન લવ સ્ટોરી માટે.’ઉડ જા કાલે કાવા’ ગીત કાલે રિલીજ થઈ રહ્યુ છે.’
‘ગદર 2 ‘ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરમા રિલીજ થશે આ ફિલ્મને લઈને ચાહકો ઉત્સુક છે. આ સાથે જ એકવાર ફરી તારા અને સકીનાની લવ સ્ટોરીને જોવા માટે લોકો ઉત્સુક બન્યા છે. ફિલ્મને વધારે પ્રશંશક બનાવવા માટે મેકર્સે તારા અને સકીનાને પ્રમોશન માટે પસંદ કર્યા છે. આ બન્ને સ્ટાર ‘ગદર 2’નુ પ્રમોશન કરતા જોવા મળશે.