
તમિલ અભિનેતા-નિર્માતા વિશાલનો સીબીએફસી પર ભ્રષ્ટાચારનો આરોપ
મુંબઈ, તમિલ એકટર-નિર્માતા વિશાલ કૃષ્ણ રેડ્ડી જે વિશાલ નામે પણ ઓળખાય છે. તેણેે પોતાની લેટેસ્ટ ફિલ્મ માર્ક એન્ટાનીની રિલીઝ પછી એક વિવાદ સર્જ્યો છે. એકટરે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (સીબીએફસી)પર ગંભીર આરોપ લગાડતી એક પોસ્ટ સોશયલ મીડિયા પર શેર કરી છે. જે ચર્ચાને પાત્ર બની ગઇ છે.
વિશાલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ભ્રષ્ટાચારને સિલ્વર સ્ક્રીન પર દેખાડવું એ ઠીક છે. પરંતુ વાસ્તવિક જીવનમાં, ભ્રષ્ટાચારનો ભોગ બનવાનો કડવો અનુભવ થાય છે, જે યોગ્ય નથી લાગતો. ખાસ કરીને સરકારી ઓફિસોમાં અને સીબીએફસીના મુંબઇ કાર્યાલયમાં તો સ્થિતિ બહુ ગંભીર છે. બિનધાસ્ત થઇને લોકો લોકો લાંચ લઇ રહ્યા છે.
મારી ફિલ્મ માર્ક એન્ટોનીની હિંદી આવૃત્તિ માટે મારે ૬.૫ લાખ ચુકવવા પડયા છે. સ્ક્રીનિંગ માટે રૂપિયા ૩ લાખ અને સર્ટિફિકેટ માટે રૂપિયા ૩. ૫ લાખ આપવા પડયા. મારી કારકિર્દી દરમિયાનનો આ સૌથી ખરાબ અને કડવો અનુભવ મને થયો છે.અત્યાર સુધીમાં કદી આવી પરિસ્થિતિનો સામનો કર્યો નથી. વિશાલે આ ઉપરાંત પણ ઘણી સ્પષ્ટતાઓ કરી છે.