તમન્ના બોયફ્રેન્ડ વિજયનો હાથ પકડીને ઇવેન્ટમાં પહોંચી
મુંબઈ, એક્ટર વિજય વર્મા અને સુંદર અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં બી-ટાઉનનો હોટ ટોપિક છે. ગઈકાલે રાત્રે જિયો પ્લાઝા ઈવેન્ટમાં કપલ એકબીજાનો હાથ પકડીને રેમ્પ વોક કરતા જોવા મળ્યા હતા. જિયો પ્લાઝા ઇવેન્ટમાં વિજય વર્મા અને તમન્ના ભાટિયાએ સાથે રેમ્પ વોક કર્યું હતું. જેની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન, બંને ટ્વિનિંગ આઉટફિટ પહેરીને જોવા મળ્યા હતા અને બંન્નેએ એકબીજાનો હાથ પકડીને રેમ્પ પર વોક કર્યું હતું.
ઈવેન્ટમાં તમન્ના ભાટિયાએ વ્હાઇટ કલરના ટ્રાન્સપરન્ટ સ્કર્ટ સાથે મેચિંગ ક્રોપ ટોપ પહેર્યું હતું. તેણે ગ્લોસી મેકઅપ કર્યો હતો. વિજય પણ તેના લેડી લવ સાથે ટ્વિનિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન સૂટ પહેર્યો હતો. જેની સાથે અભિનેતાએ ટાઈ પહેરી હતી. બંનેએ પોતાની કેમેસ્ટ્રીથી ન માત્ર રેમ્પ પર આગ લગાવી પરંતુ કેમેરા માટે ઘણા પોઝ પણ આપ્યા હતા. વિજય વર્મા અને તમન્ના ભાટિયા છેલ્લા ઘણા દિવસોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર બંને સાથે જોવા મળે છે.