આગામી સમયમાં સુપરહીરો શક્તિમાન મોટા પરદે દેખાશે

ફિલ્મી દુનિયા

સુપરહીરો શક્તિમાનની જ્યારથી ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ છે.ત્યારથી ફેન્સ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.ત્યારે અભિનેતા મુકેશ ખન્નાએ શક્તિમાન બનીને ઘર-ઘરમાં નામ બનાવ્યું હતું.ત્યારે તેણે તેના પ્રખ્યાત પાત્ર શક્તિમાન પર ફિલ્મ બનાવવાને વિશે અપડેટ આપ્યું છે.આમ મુકેશ ખન્નાએ ઘણા વર્ષો સુધી ટીવી પર શક્તિમાનનું પાત્ર ભજવ્યું હતુ.શક્તિમાનને મોટા પડદા પર લાવવા મુકેશ ખન્નાએ ગયા વર્ષે સોની પિક્ચર્સ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યો હતો.સોની પિક્ચર્સે એક ટીઝર વીડિયો શેર કરી તેની જાહેરાત કરી હતી.મુકેશ ખન્નાએ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર તેના આગામી પ્રોજેક્ટ શક્તિમાન વિશે ઘણી વાતો કરી હતી.જેમાં તેમણે ચાહકોને કહ્યું હતું કે આ ફિલ્મ ચોક્કસપણે બની રહી છે પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા મોટી યોજના બનાવવામાં આવી છે.આ ફિલ્મ પાછળ 200 થી 300 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.