નેપોટિઝ્મ પર સુનીલ શેટ્ટીના દીકરાનો બેધડક જવાબ, કહ્યું- હાં, હું નેપોટિઝ્મની પ્રોડક્ટ છું
બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ તાજેતરમાં યોજાયેલા IIFA એવોર્ડ્સમાં ‘તડપ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો છે. પોતાનો પહેલો એવોર્ડ જીત્યા બાદ તેણે નેપોટિઝ્મની વાત કરી હતી. અહાને કહ્યું કે, તે સહમત છે કે તે નેપોટિઝ્મનો એક ભાગ છે. આ સાથે તેણે પોતાના કરિયર પર નેપોટિઝ્મની અસર વિશે પણ વાત કરી છે.
દિવસના અંતે સૌએ સખત મહેનત કરવી પડે છે
અહાને કહ્યું કે, “જ્યારે નેપોટિઝ્મની વાત આવે છે ત્યારે હું તેને સ્વીકારું છું. હું નેપોટિઝ્મની પ્રોડક્ટ છું. મારા પિતા એક્ટર છે. હું હંમેશાથી એક્ટર બનવા માંગતો હતો અને હા અમારા માટે આ સરળ છે. હું આ વાતને બિલકુલ નકારી રહ્યો નથી. પરંતુ દિવસના અંતે દરેક વ્યક્તિએ સખત મહેનત કરવી પડે છે. તમારે આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે ખરેખર સખત મહેનત કરવી પડે છે. આ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનીને હું ખૂબ જ ખુશ અને સન્માનિત અનુભવું છું. હું આનો લાભ લેવા માંગતો નથી. તેથી હું માત્ર સખત મહેનત કરું છું.”
દીકરાને IIFA એવોર્ડ મળવા પર સુનીન શેટ્ટી થયાં ભાવુક
અહાને આગળ જણાવ્યું કે, તેના માતા-પિતા સુનીલ શેટ્ટી અને માના શેટ્ટીએ તેને IIFA એવોર્ડ મળવા પર કેવી પ્રતિક્રિયા આપી હતી. આ વિશે વાત કરતાં અહાને કહ્યું, “જ્યારે હું એવોર્ડ લઈ રહ્યો હતો, ત્યારે મારા પિતા મારી બાજુમાં ઊભા હતા, હું જોઈ શકતો હતો કે તેઓ પહેલેથી જ ખૂબ જ ભાવુક હતા અને જાતે જ પોતાના આંસુ વહાવી રહ્યા હતા. અને મારું નામ લેવામાં આવે એ પહેલાં જ મારી માએ મારો હાથ ખૂબ જ જોરથી પકડી લીધો. મારા માતા-પિતા ખૂબ જ ખુશ હતા અને મને આશા છે કે મેં તેમને ગર્વ અનુભવ્યા હશે.
દિવસમાં 10-12 વાર જમતો હતો અહાન
અહાન શેટ્ટીએ ફિલ્મ તડપથી બોલીવૂડમાં એન્ટ્રી કરી છે. આ એક્શન ડ્રામા ફિલ્મમાં અહાનની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા પણ લીડ રોલમાં હતી. તેનું નિર્દેશન મિલન લુથરિયાએ કર્યું છે. અહાને અગાઉ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે ફિલ્મમાં વજન વધારવા માટે દિવસમાં 11થી 12 વાર ભોજન લેતો હતો.