સુનીલ શેટ્ટીએ બંને બાળકોને ભણાવ્યા છે અમેરિકન બોર્ડની સ્કૂલોમાં

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવુડ એક્ટર સુનીલ શેટ્ટીએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, તેમણે નક્કી કરી રાખ્યું હતું કે, તેઓ પોતાના બાળકોને ભારતીય સ્કૂલમાં નહીં ભણાવે. સુનીલ શેટ્ટીએ કહ્યું કે, અમેરિકાની સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે ખર્ચ ઘણો થશે એ વાતથી તેઓ અવગત હતા અને તેમના પિતાએ પણ આ વાત કીધી હતી. એટલાન્ટાની કોલેજમાં એડમિશન લીધા પછી તેમની દીકરી આથિયાએ એક્ટિંગમાં આવવાની વાત કહી હતી એનો પણ ખુલાસો કર્યો. સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે, તેમણે ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતના દિવસોમાં ખૂબ સ્ટ્રગલ કરી હતી. શરૂઆતમાં તેઓ ટીકાનો ભોગ પણ બન્યા હતા.

જેના કારણે તેમના પરિવાર પર પણ અસર પડી હતી. તેમણે કહ્યું, *મેં પહેલાથી જ નક્કી કરી દીધું હતું કે, હું મારા બાળકોને ભારતીય સ્કૂલમાં નહીં ભણાવું. હું મારા બાળકોને અમેરિકન બોર્ડની સ્કૂલમાં ભણાવવા માગતો હતો. અમેરિકન ફેકલ્ટી બાળકોને ભણાવે તેવું ઈચ્છતો હતો. મારા બાળકોને કોઈ વિશેષ સુવિધા ના મળે એ માટે જ હું અમેરિકન બોર્ડની સ્કૂલમાં ભણાવવા માગતો હતો. તેઓ સેલિબ્રિટીના બાળકો હોવાથી તેમના પર વિશેષ ધ્યાન આપવામાં આવે કે તેમને એ અહેસાસ કરાવવામાં આવે કે તેઓ કોના બાળકો છે તેવું હું નહોતો ઈચ્છતો. હું તેમને એવી દુનિયા આપવા માગતો હતો જ્યાં તેઓ કોણ છે એ વાતથી ફરક ના પડે.

મને લાગે છે કે આ નિર્ણય અસરકારક રહ્યો. મને યાદ છે કે, મારા પપ્પા મને કહેતા હતા કે આના માટે મારે બહુ રૂપિયા ખર્ચવા પડશે. આથિયા વિશે વાત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું, અમે આથિયાને લઈને એડમિશન માટે એટલાન્ટા ગયા હતા અને ત્યાં કોલેજ જોઈ. બધું જ નક્કી થયું અને ગમી પણ ગયું. તેનું એડમિશન કરાવીને અમે પાછા આવી રહ્યા હતા ત્યારે તેણે એરપોર્ટ પર અમને કહ્યું કે- પપ્પા હું અહીં એડમિશન લઈને ખુશ નથી. પછી મેં તેને પૂછયું કે, તે શું કરવા માગે છે ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, તે ફિલ્મોમાં કામ કરવા માગે છે. મેં કહ્યું કે, આ સારી બાબત છે પણ શું તું ઈન્ડસ્ટ્રીની નિષ્ફળતાઓને સ્વીકારી શકીશ?

દર શુક્રવારે રિલીઝ થતી ફિલ્મો મને એંગ્ઝાયટિ આપે છે, શું તું આ બધું પચાવી શકીશ? સુનીલ શેટ્ટીની દીકરી આથિયાએ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘હીરો’થી ડેબ્યૂ કર્યું હતું. આથિયા છેલ્લે ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી. આથિયાએ જાન્યુઆરી ૨૦૨૩માં જ ક્રિકેટર કે.એલ રાહુલ સાથે લગ્ન કર્યા છે. સુનીલ શેટ્ટીના દીકરા અહાને તારા સુતરિયા સાથે ફિલ્મ ‘તડપ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.