પોતાનો જન્મ દિવસ સુનીલ ગ્રોવરે મિત્રો સાથે ઉજવ્યો

ફિલ્મી દુનિયા

મુંબઈ, એક્ટર અને કોમેડિયન સુનીલ ગ્રોવરનો આજે એટલે કે ૩ ઓગસ્ટે જન્મદિવસ હતો. એક્ટર પોતાનો બર્થ ડે ઘરે જ કેટલાક મિત્રો અને પરિવાર સાથે ઉજવ્યો હતો. સુનીલ ગ્રોવરને બર્થ ડે પર શુભકામના આપવા માટે સવારથી ફોન પર ફોન આવી રહ્યા છે. સુનીલને આજે કેટલીય બર્થ ડે ગિફ્ટ મળી રહી છે પરંતુ સૌથી ખાસ ભેટ છે તબલા, જે તેના એક મિત્રએ આપ્યા છે.

સુનીલ ગ્રોવરે ખાસ ગિફ્ટ વિશે વાત કરતાં કહ્યું, “ગત વર્ષે મારા એક ફ્રેન્ડે મને પિઆનો આપ્યો હતો અને આ વર્ષે એ જ ફ્રેન્ડે મને તબલા આપ્યા છે. હું સ્કૂલમાં તબલા વગાડતો હતો એટલે મને વગાડતા આવડે છે. આજે હું મોડો ઉઠ્‌યો હતો કારણકે રાત્રે કામ પરથી મોડો પાછો આવ્યો હતો. સવારથી હું ફોન પર મારા મિત્રો અને શુભચિંતકો સાથે વાત કરી રહ્યો છું.”

બર્થ ડે પર સુનીલની પત્નીએ તેના માટે સ્પેશિયલ ખાવાનું બનાવ્યું છે? પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, “અમે સારું ભોજન ખાઈશું, મારી પત્ની ખૂબ સારી રસોઈ બનાવે છે. ક્યારેક હું પણ કૂકિંગમાં હાથ અજમાવું છું પરંતુ કોઈને મારા હાથે રાંધેલું ભોજન ભાવતું નથી.”

સુનીલની આ બર્થ ડે પર શું ઈચ્છા છે તે જણાવતાં કહ્યું, “હું બસ એટલું જ ઈચ્છું છું કે મારું સ્વાસ્થ્ય સારું રહે અને સારું કામ કરતો રહું. સૌમાં પ્રેમ વહેંચતો રહું. આજે મારા મિત્રો સાથે લંચનો પ્લાન છે અને સાંજે હું એક ઈવેન્ટમાં જવાનો છું.”
ઉલ્લેખનીય છે કે, સુનીલ ગ્રોવરને થોડા મહિના પહેલા જ હાર્ટ અટેક આવ્યો હતો અને તેની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.