ટીના અને શાલિનને કયારેય મળવા નથી માગતી સુમ્બુલ

ફિલ્મી દુનિયા

મુંબઈ, ઈમલી સીરિયલમાં લીડ રોલ પ્લે કરી પોપ્યુલર થયેલી સુમ્બુલ તૌકીર ખાન બિગ બોસ ૧૬ના ઘરમાંથી બહાર થઈ ગઈ છે. ૧૮ અઠવાડિયા બાદ તેની ફિનાલે તરફની જર્નીનો અંત આવ્યો છે. વિવાદાસ્પદ રિયાલિટી શોમાં તેને માત્ર ‘મંડળી’ જ નહીં પરંતુ તમામ સભ્યો સાથે સારું બનતું હતું સિવાય કે, ટીના દત્તા અને શાલિન ભનોત. શરૂઆતમાં સુમ્બુલ શાલિન સાથે ક્લોઝ બોન્ડ ધરાવતી હતી. જો કે, અન્ય કન્ટેસ્ટન્ટ્સને લાગતું હતું કે, તે તેના પ્રત્યે લાગણી ધરાવે છે.

આ માટે ટીનાએ તેની સાથે ખૂબ ખરાબ ઝઘડો કર્યો હતો અને રડાવી હતી. જો કે, ત્યારબાદ તેણે કમબેક કર્યું અને આગળની ગેમ પોતાના દમ પર રમી. શોમાંથી આઉટ થયા બાદ આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે ટીના અને શાલિનને કયારેય મળવાનું પસંદ નહીં કરે તેમ કહ્યું હતું. જ્યારે કોઈ ઝઘડો થાય અને જો કેટલાક તમારા મિત્રો હોય તો, તેઓ દરેકની સામે તમારું અપમાન કરતાં નથી. પરંતુ શાલિન ભનોત અને ટીના દત્તા સીધી રીતે મારું અપમાન કરતાં હતા. તેમણે માત્ર મને ઠેસ નહોતી પહોંચાડી,

પરંતુ દલીલ દરમિયાન ટીનાએ મારા પિતાનું પણ અપમાન કર્યું હતું. ત્યારથી તે મને ગમતી નહોતી. આ સિવાય ટીના જાણતી હતી કે જ્યારે અર્ચના ગૌતમે મારા પિતાનું અપમાન કર્યું ત્યારે મેં કેવી રીતે રિએક્ટ કર્યું હતું. તેથી કદાચ ટીના ઝઘડો કરવા માગતી હતી અને જાણીજોઈને મારા પિતાનું અપમાન કર્યું હતું. તેણે ‘ઊંગલી કા બાપ’ જેવા વાકયનો ઉપયોગ કર્યો હતો, જે પણ બરાબર નહોતું’, તેમ સુમ્બુલે એન્ટરટેન્મેન્ટ વેબપોર્ટલ પિંકવિલા સાથે વાતચીત કરતાં કહ્યું હતું. આ સાથે કહ્યું હતું કે, જો તેઓ બંને તેને સામે મળ્યા તો તે રસ્તો બદલી નાખશે. તેણે આગળ ઉમેર્યું હતું કે ‘મને લાગે છે તેમણે માત્ર મારી જ નહીં પરંતુ મારા પિતાની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડી હતી.

ટીનાના કારણે મારા પિતાએ ઘણું સાંભળવું પડયું હતું. આ જ કારણ છે કે, હું કયારેય તેને મળવા માગતી નથી અને મને તેની પરવા પણ નથી. સુમ્બુલ ઘરે આવી ત્યારે પિતા અને નાની બહેન દ્વારા તેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની આગમનની ખુશીમાં તેના રૂમને પિંક કલરના બલૂન તેમજ લાઈટિંગથી શણગારવામાં આવ્યું હતું. તેની ઝલક દેખાડતી તસવીરો એક્ટ્રેસે શેર કરી હતી અને આ જર્નીમાં સપોર્ટ આપનારા મિત્રો, પરિવારના સભ્યો તેમજ ચાહકોનો આભાર માન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.