સુહાના ખાન બોલિવૂડ ડેબ્યૂ પહેલા બેધડક થઇ
મુંબઈ, બોલિવૂડના કિંગ એટલે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પણ હવે જલ્દી જ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કરવા જઇ રહી છે. તેવામાં સુહાના ખૂબ ચર્ચામાં રહેવા લાગી છે. અત્યારથી તેની ફેન ફોલોઈંગ ઘણી તગડી થઈ ગઈ છે. સુહાના પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ થઈ ગઈ છે. ઘણીવાર તેના ગ્લેમરસ લુકની ઝલક તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ જોવા મળે છે. હવે ફરી સુહાનાનો સિઝલિંગ અંદાજ કેમેરામાં કેદ થયો છે.
ઈદના ખાસ અવસર પર સુહાના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ખૂબસૂરત અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફોટોશૂટ માટે સુહાનાએ ઓફ વ્હાઇટ શેડનો સ્લીવલેસ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તેણે તેનો લુક સટલ બેસ, ગ્લોસી ન્યૂડ લિપસ્ટિક અને સ્મોકી આઇઝ સાથે કંપ્લીટ કર્યો છે. આ સાથે સુહાનાએ સોફ્ટ વેવી ટચ સાથે તેના હેર ઓપન રાખ્યા છે. સૌકોઇની નજર સુહાનાના હોટ લુક પર અટકીઃ સુહાના ખાને કેમેરાની સામે તેના હોટ લુકને ફ્લોન્ટ કરતા ઘણા પોઝ આપ્યા છે.
માત્ર ૫ કલાકમાં જ તેના સિઝલિંગ લુક પર ૨ લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે સુહાનાની ફેન ફોલોઈંગ બોલિવૂડની કોઈ મોટી એક્ટ્રેસથી ઓછી નથી. તે જ સમયે, યુઝર્સ તેની પોસ્ટ પર પ્રેમ વરસાવતા ધડાધડ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. હવે સુહાનાનું આ નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ધ આર્ચીઝ’માં જોવા મળશે આ સ્ટાર્સઃ સુહાનાની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’માં જોવા મળશે.
આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આમાં સુહાનાની સાથે જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ સીધી ર્ં્્ પ્લેટફોર્મ ગ્દીંકઙ્મૈટ પર રિલીઝ થશે. હાલમાં ફિલ્મની રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થઈ શકે છે.