શ્રીદેવીની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશને ચીનમાં રિલીઝ કરવામાં આવશે

ફિલ્મી દુનિયા

બોલીવૂડની સ્વ.અભિનેત્રી શ્રીદેવીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમની વખણાયેલી ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ ચીનમાં રિલીઝ કરવામાં આવશે.આમ ગૌરી શિંદેની આ ફિલ્મને વર્ષ 2012માં રિલીઝ કરવામાં આવી હતી.ત્યારે આ ફિલ્મને ચીનમાં 6000 સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવશે.આ ફિલ્મમાં શ્રીદેવી સાથે સહકલાકાર તરીકે એક ચાઈનીઝ બેકગ્રાઉન્ડ ધરાવતું પાત્ર પણ છે.ચીની વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અમેરિકા ભણવા જતા હોય છે અને ત્યારે તેમને ભાષાકીય પ્રશ્નોનો સામનો કરવો પડે છે. આથી ચીનનું ઓડિયન્સ આ ફિલ્મ સાથે તુરંત કનેક્ટ થઈ શકશે એવી અપેક્ષા સેવાઇ રહ્યુ છે.આમ ચીનમા રિલીઝ થનારી શ્રીદેવીની આ બીજી ફિલ્મ હશે.આ પહેલા તેમની મોમ ફિલ્મ પણ ચીનમાં રિલીઝ થઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.