
સાઉથની હોટ એક્ટ્રેસ બનશે ગુજરાતની વહુ
મુંબઈ, સાઉથની પ્રખ્યાત અભિનેત્રી અમલા પોલ ગુરુવારે તેનો ૩૨મો જન્મદિવસ ઉજવી રહી છે અને આ દરમિયાન તેણે સગાઈ કરી લીધી. તેણે ફેન્સને સરપ્રાઈઝ આપી છે. હકીકતમાં તે પણ ચોંકી ગઈ હતી જ્યારે તેના બોયફ્રેન્ડે તેને આવું સરપ્રાઈઝ આપ્યું હતું. હા, બોયફ્રેન્ડ જગત દેસાઈએ અમલા પોલને તેના જન્મદિવસ પર પ્રપોઝ કર્યું છે. અભિનેત્રીનો એક કયૂટ વીડિયો પણ સામે આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે અમલા પોલનો બોયફ્રેન્ડ કોણ છે.
ગુરુવારે અમલા પોલે વીડિયો શેર કર્યો હતો. જ્યાં તે રેસ્ટોરન્ટમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરતી જોવા મળે છે. આ પ્રસંગે તે પિંક ઓફ શોલ્ડર જમ્પસૂટમાં જોવા મળી હતી. જ્યારે જગત સફેદ ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. આ વીડિયોમાં એક્ટ્રેસે બર્થડેની આખી સાંજ બતાવી છે. જ્યાં બોયફ્રેન્ડે તેને એકદમ અલગ અને ખાસ અંદાજમાં સરપ્રાઈઝ કરી.
View this post on Instagram
જેમ ફિલ્મોમાં થાય છે તેમ જગતે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. તેણે પહેલા ડાન્સ કર્યો. પછી અચાનક તે ઘૂંટણિયે પડી ગયો અને અભિનેત્રીને સગાઈની વીંટી સાથે પ્રપોઝ કર્યું. અમલાએ આ સુંદર પ્રસ્તાવને હા કહેવામાં એક સેકન્ડ પણ બગાડી ન હતી. ‘ફિલ્મીબીટ’ના અહેવાલ મુજબ જગત દેસાઈ ગુજરાતમાંથી આવે છે. તેને જીમનો શોખ છે. તે એક ડોગ લવર પણ છે જે ગોવામાં મિત્રો સાથે પાર્ટી કરવાનું પસંદ કરે છે. અમલા પોલનાં પહેલાં લગ્ન એએલ વિજય સાથે થયા હતા. બંનેએ વર્ષ ૨૦૧૭માં છૂટાછેડા લીધા હતા. છન્ વ્યવસાયે ડિરેક્ટર છે, બંનેએ વર્ષ ૨૦૧૪માં લગ્ન કર્યા હતા.