સાઉથ ફિલ્મની અભિનેત્રી પ્રિયામણિએ જન્મદિવસ ઉજવ્યો
મુંબઈ, ફિલ્મ અભિનેત્રી પ્રિયામણિ એ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે, પરંતુ હિન્દી બેલ્ટમાં પણ તે ઘણી પ્રખ્યાત છે. જે પણ લોકોએ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન ૨’ જોઈએ છે, તેઓ પ્રિયામણિને સરળતાથી ઓળખી જશે. આ વેબ સિરીઝમાં પ્રિયામણિ મનોજ બાજપેઈની પત્ની બની હતી. પ્રિયામણિની વાત એટલે થઈ રહી છે. કારણ કે, આજે તેનો ૩૯મો જન્મદિવસ છે. તેમ જ તે ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘જવાન’માં જોવા મળશે. પ્રિયામણિની ગણતરી આજે સાઉથની ટોચની અભિનેત્રીમાં થાય છે,
પરંતુ શરૂઆતમાં તેને ઘણા રિજેક્શનનો પણ સામનો કરવો પડયો હતો. શ્યામ રંગના કારણે લોકો તેને ટોન્ટ મારતા હતા. પ્રિયામણિના અંગત જીવનમાં પણ ઘણો હોબાળો જોવા મળ્યો હતો. જ્યારે તેણે બોયફ્રેન્ડ મુસ્તફા રાજ સાથે લગ્ન કર્યા હતા. મુસ્તફાના પ્રિયામણિ સાથે બીજા લગ્ન હતા. તેના પહેલા લગ્ન આયશા સાથે થયા હતા. જોકે, મુસ્તફા રાજ અને આયશા વર્ષ ૨૦૧૩માં છૂટા પડી ગયા હતા. ત્યારબાદથી જ પ્રિયામણિએ વર્ષ ૨૦૧૭માં મુસ્તફા રાજ સાથે લગ્ન કર્યા હતા,
પરંતુ મુસ્તફાની પહેલી પત્ની આયશાએ એ દાવો કરીને ચોંકાવી દીધા હતા કે, તેના હજી મુસ્તફા રાજ સાથે છૂટાછેડા નથ થયા. સાથે જ તેણે મુસ્તફા અને પ્રિયામણિના લગ્નને અમાન્ય ગણાવ્યા હતા. બીજી તરફ મુસ્તફાએ આ દાવાઓને ખોટા ગણાવતા કહ્યું હતું કે, આયશા આ બધું પૈસા પડાવવા માટે કરી રહી છે. મુસ્તફાએ થોડા વર્ષ પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તેના અને આયશાના ૨ બાળકો છે. આ બાળકોના ખર્ચ માટે તે આયશાને પૈસા આપે છે,
પરંતુ તે મારી પાસેથી વધુ પૈસા પડાવવા માટે આવું કરી રહી છે. આયશાનું કહેવું હતું કે, મુસ્તફાના હજી પણ તેના સાથે લગ્ન કર્યા છે અને પ્રિયામણિની સાથે થયેલા લગ્ન અમાન્ય છે, પરંતુ ત્યારે પ્રિયામણિએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, તે અને મુસ્તફા રિલેશનશિપ અંગે ઘણો સિકયોર છે. તે અને મુસ્તફા ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય, પરંતુ તે હંમેશા એકબીજા સાથે વાત કરવા માટે સમય કાઢી લે છે.
પ્રિયામણિએ આવું ત્યારે કહ્યું હતું કે, જ્યારે પતિ મુસ્તફા કોઈ કામ માટે અમેરિકામાં હતો. પ્રિયામણિ હવે જવાન પછી અજય દેવગણની ફિલ્મ મૈદાનમાં પણ જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે કન્નડ અને વધુ એક તામિલ ફિલ્મ પણ છે. પ્રિયામણિએ વર્ષ ૨૦૦૩માં તેની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ Evare Atagaaduથી કરી હતી. જ્યારે વર્ષ ૨૦૦૭માં આવેલી ગામડાની એક છોકરીના રોલમાં ફિલ્મ Paruthiveeranમાં પ્રિયામણિને ઘણી પસંદ કરવામાં આવી હતી.