સાઉથના અભિનેતાએ આદિપુરુષ ફિલ્મનું નવુ પોસ્ટર રિલીઝ કર્યું
સાઉથના અભિનેતા પ્રભાસની મચ અવેટેડ ફિલ્મ આદિપુરુષ આગામી 16 જૂને રિલીઝ થશે.ત્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે.જેને સારો રિસ્પોન્સ મળ્યો હતો.ફિલ્મ આદિપુરુષમાં પ્રભાસ ભગવાન રામનું પાત્ર નિભાવી રહ્યો છે ત્યારે તેમની સાથે હનુમાનનું પાત્ર દેવદત નાગ ભજવી રહ્યો છે.પ્રભાસે ફિલ્મનું નવુ પોસ્ટર રિલીઝ કર્યુ છે.જેમાં તેણે સંકટ મોચન બજરંગબલીનું વિશાળ રૂપ બતાવ્યુ છે.પ્રભાસ તેમની પીઠ પર સવાર થઈને પોતાના ધનુષ દ્વારા નિશાન સાધતા જોવા મળી રહ્યા છે.ફિલ્મ આદિપુરુષમાં પ્રભાસે ભગવાન રામ,કૃતિ સેનને સીતા માતા અને સની સિંહે લક્ષ્મણની ભૂમિકા નિભાવી રહ્યા છે.