સિદ્ધાર્થ શુક્લાએ શહનાઝ ગિલને ઉંચકીને પૂલમાં ફેંકી દીધી, વીડિયો વાયરલ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
પંજાબની કેટરિના કૈફ બિગ બોસ ૧૩ની સ્પર્ધક અને અભિનેત્રી શહનાઝ ગિલનો આજે ૨૭મી જાન્યુઆરીએ જન્મદિવસ છે. શહનાઝ ગિલ આજે તેનો ૨૭મો જન્મદિવસ મનાવી રહી છે. શહનાઝના જન્મદિવસે સિદ્ધાર્થ શુક્લા અને તેની માતા રીટા શુક્લા પણ તેમની સાથે હતા. સિધ્ધાર્થ અને શહનાઝના મિત્રોએ શહનાઝનો જન્મદિવસ અડધી રાત્રે ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો. શહનાઝે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના જન્મદિવસની ઉજવણીના કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં તે સિદ્ધાર્થ શુક્લા અને તેના કેટલાક મિત્રો સાથે જાેવા મળી રહી છે.
આ વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા પહેલા શહનાઝને બર્થડે બમ્પ આપતો અને ત્યારબાદ તેને પૂલમાં ફેંકી દેતો જાેવા મળે છે. પુલમાં જઈને શહનાઝ હસવા લાગે છે અને પછી તે આ ઘટનાનો આનંદ માણે છે. આ પછી તે પૂલમાં તરવાનું શરૂ કરે છે. શહનાઝના જન્મદિવસની ઉજવણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શહનાઝે તેનો જન્મદિવસ હોટલમાં ઉજવ્યો હતો જ્યાં સિદ્ધાર્થ સિવાય તેના કેટલાક મિત્રો હાજર હતા.
શહનાઝનો આ વીડિયો તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ૧૬ લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આ વીડિયો સિવાય શહનાઝે તેના જન્મદિવસમાં કેક કાપવાનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ ઉત્સાહિત જાેવા મળી રહી છે અને તે પોતાના માટે ગીત ગાઈ રહી છે. વીડિયોમાં તેની માતા રીટા શુક્લા પણ સિદ્ધાર્થ સાથે જાેવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.