જેક્લીન સાથે પણ જોડાયું હતું સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લા ખાસ્સા સમયથી તેની ફિલ્મો કરતાં વધારે એક્ટ્રેસ કિયારા અડવાણી સાથેની રિલેશનશીપના કારણે ચર્ચામાં રહે છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફેબ્રુઆરી ૨૦૨૩માં લગ્ન કરવાના હોવાની ચર્ચા થઈ રહી છે. કિયારા અને સિદ્ધાર્થ ફિલ્મ ‘શેરશાહ’માં સાથે જોવા મળ્યા હતા અને આ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જોકે, કિયારા અડવાણી સાથે લગ્ન કરીને ઠરીઠામ થવાનો નિર્ણય લેતાં પહેલા સિદ્ધાર્થ કેટલીક હીરોઈનોને ડેટ કરી ચૂકયો છે.

જાણી લો, કોણ છે એ અભિનેત્રીઓ જેમની સાથે જોડાયું હતું સિદ્ધાર્થનું નામ. સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ બંને પ્રેમમાં પડયા હતા. તેઓ ઘણીવાર પાર્ટીઓ, ડિનર કે લંચ ડેટ અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, ૨૦૧૭માં આલિયા-સિદ્ધાર્થે બ્રેકઅપ કરી દીધું હતું. મીડિયા રિપોર્ટનું માનીએ તો, સિદ્ધાર્થ મલ્હોત્રા કમિટમેન્ટ માટે તૈયાર નહોતો અને કરિયર પર ફોકસ કરવા માગતો હતો. આ જ કારણે આલિયા સાથે તેનું બ્રેકઅપ થયું હતું. ફિલ્મ ‘જેન્ટલમેન’માં જેક્લીન ફર્નાન્ડિઝ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સાથે કામ કર્યું હતું.

આ દરમિયાન જ સિદ્ધાર્થ અને જેક્લીનના ડેટિંગની ચર્ચા શરૂ થઈ હતી. જોકે, કપલે કયારેય રિલેશનશીપમાં હોવાની વાત કબૂલી નહોતી. સિદ્ધાર્થે એક ઈન્ટરવ્યૂમાં જેક્લીનને ખૂબ સારી ફ્રેન્ડ ગણાવી હતી અને તેની સાથે સમય વિતાવવો પસંદ હોવાનું કીધું હતું. સિદ્ઘાર્થ મલ્હોત્રાનું નામ ફિલ્મ ‘મરજાંવા’ની કો-એક્ટ્રેસ તારા સુતરિયા સાથે પણ જોડાયું હતું. તારા અને સિદ્ધાર્થ ટૂંકા સમય માટે રિલેશનશીપમાં રહ્યા હતા. બંને કેટલીયવાર જાહેરમાં સાથે દેખાયા હતા. પરંતુ તેમણે કયારેય સંબંધ અંગે ખુલીને કશું જ નહોતું કહ્યું. સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક ઈન્ટરવ્યૂમાં સાઉથ આફ્રિકાની એક મોડલને ડેટ કરી રહ્યો હોવાનું કબૂલ્યું હતું.

સાઉથ આફ્રિકાની મોડલ નિકોલ મેયર સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા રિલેશનશીપમાં હોવાની ચર્ચા હતી. જોકે, આ બંનેનો સંબંધ પણ લાંબો ના ટકયો. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં આડકતરી રીતે એકબીજા સાથે રિલેશનશીપમાં હોવાનું કન્ફર્મ કર્યું હતું. સિદ્ધાર્થ અને કિયારા કેટલીયવાર એકબીજા સાથે હોલિડે પર જતાં, ડિનર ડેટ પર જતાં જોવા મળે છે. સાથે જ કિયારા કેટલીયવાર સિદ્ધાર્થના ઘરે આવતી દેખાઈ છે. વચ્ચે ચર્ચા હતી કે બંનેએ બ્રેકઅપ કરી લીધું છે. પરંતુ કરણ જોહરે તેમને સમજાવ્યા હતા અને તેમણે સંબંધને ફરી એક તક આપી હતી. હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.