શુભાંગી અત્રે નવરાત્રીમાં ૯ દિવસ ઉપવાસ રાખે છે

ફિલ્મી દુનિયા

મુંબઈ, નવરાત્રીનો તહેવાર માત્ર ગરબા માટે નથી પરંતુ, વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠનો પણ તહેવાર છે. કેટલાંક સેલેબ્સ પણ નવરાત્રીમાં વ્રત-ઉપવાસ કરે છે. ટીવી એક્ટ્રેસ શુભાંગી અત્રે જણાવે છે કે હું નવરાત્રીના ૯ દિવસ ઉપવાસ રાખું છું અને તે દરમિયાન અનાજ તેમજ તામસી ભોજનથી દૂર રહું છું. આ દિવસોમાં ફળાહાર અને સાબુદાણાની ખીચડી ખાઉં છું. હું છેલ્લાં ઘણાં સમયથી ભાભીજી ઘર પે હેનું શૂટિંગ કરી રહી છું અને શૂટિંગ દરમિયાન ર્નિજળા વ્રત સંભવ નથી.

માટે ત્યારે હું ફળાહાર લઉં છું જેથી ડાયલોગ બોલવા અને એક્ટિંગ કરવા માટેની એનર્જી મળી રહે. મને શક્તિમાં વિશ્વાસ છે અને મારું એવું પણ માનવું છે કે ઘણી વખત તમે વ્રત અને ઉપવાસથી સંયમ તેમજ શિસ્ત શીખો છો. ૩ વર્ષથી જ્યારે મેં નવરાત્રીમાં ઉપવાસ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી સતત શૂટિંગ રહે છે પણ મેં જાેયું છે કે માતા દુર્ગા એક જાદુઈ શક્તિ આપે છે અને હું પૂરા મનથી ઉપવાસ કરું છું. મને ગરબા રમવા પણ પસંદ છે. હું ઘણી ઈવેન્ટ્‌સમાં જઈને ગરબા રમું છું. નવરાત્રીમાં સિઝન બદલાય છે ત્યારે આપણું બૉડી પણ સ્વચ્છ રહે તે જરૂરી છે. હું જાણું છું કે એક કલાકાર માટે એક્ટિંગ અને શૂટિંગ જેવા વ્યસ્ત કામમાં વ્રત રાખવું મુશ્કેલ છે.

પણ, હું ઘણાં વર્ષોથી નવરાત્રીના ઉપવાસ કરું છું. મને યાદ છે કે જ્યારે હું વિદેશમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે નવરાત્રીના ઉપવાસ ચાલી રહ્યા હતા અને સ્પોટબોય સતત મને ફળ તેમજ જ્યુસ લાવીને આપતા હતા. આપણા દેશમાં તો સાબુદાણાની ખીચડી પણ બનાવી શકીએ છીએ પરંતુ, વિદેશમાં ઉપવાસ કરીએ ત્યારે ફળ ખાવા પડે છે. પહેલા હું પૂરા ૯ દિવસ ઉપવાસ રાખતી હતી પણ હવે ડાયાબિટીસ હોવાથી પહેલો અને છેલ્લો ઉપવાસ રાખું છું.

અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિથી શરૂઆત ૨૬ ઓગસ્ટથી થશે. સવારે ૩.૨૩ મિનિટથી પ્રતિપદા તિથિ શરૂ થશે. સવારે ૭.૩૦ કલાકથી ૯ વાગ્યા સુધી રાહુ કાળ રહેશે. સવારે ૬.૧૧થી ૭.૪૧ સુધી અમૃત ચોઘડિયું છે. સવારે ૯.૧૨ કલાકથી લઈને ૧૦.૪૨ વાગ્યા સુધી શુભ ચોઘડિયું. તેવામાં સવારે ૬.૧૧ વાગ્યાથી ૭.૩૦ મિનિટની વચ્ચે અને પછી ૯.૧૨ વાગ્યાથી ૧૦.૪૨ કલાકની વચ્ચે કળશ સ્થાપના કરવું ખૂબ જ શુભ રહેશે. જાે આ વિશેષ શુભ મુહુર્તમાં કળશ ન મૂકી શકો તો અભિજીત મુહૂર્તમાં ૧૧.૪૮ મિનિટથી લઈને ૧૨.૩૬ મિનિટની વચ્ચે ઘટ સ્થાપના કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.