
શિલ્પા શેટ્ટીએ દીકરી સમિશાને દેવીની જેમ સજાવી
મુંબઈ, દુનિયાભરમાં હાલમમાં દુર્ગા પૂજા અને નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે. ૨૨ ઓક્ટોબર, ૨૦૨૩ નવરાત્રિનો આઠમો દિવસ હતો જેને દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો આ શુભ દિવસે કન્યા પૂજા પણ કરે છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી દરેક માતાની ભક્તિ અને કન્યા પૂજામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ પ્રસંગે બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના પતિ રાજ કુન્દ્રા સાથે તેમની પુત્રી સમિષાની કન્યા પૂજા પણ કરી હતી. શિલ્પા શેટ્ટીનો કન્યા પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શિલ્પા શેટ્ટીએ એક હૃદય સ્પર્શી પોસ્ટ સાથે વીડિયો શેર કર્યો છે.
શિલ્પા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અને તેના પતિ રાજ કુંદ્રા દુર્ગા અષ્ટમીના અવસર પર તેમની પુત્રી સમિષા સાથે કન્યા પૂજા કરતા જોઈ શકાય છે. આ વીડિયોમાં સમિષા શેટ્ટી ખુરશી પર બેઠેલી જોઈ શકાય છે અને તેના માતા-પિતા (શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા) તેના પગ ધોઈ રહ્યા છે અને પૂજા અને આરતી કરી રહ્યા છે. તેમણે તેમના પુત્ર વિયાનની આરતી પણ કરી હતી. બાદમાં બહેન અને ભાઈએ એકબીજાને ગળે પણ લગાવ્યા હતા.
આ સુંદર વીડિયો શેર કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું છે – જય માતા દી, આજે અષ્ટમીના શુભ અવસર પર, અમે અમારી દેવી સમિષા સાથે કન્યા પૂજા કરી, આજે પરમ દેવી મહાગૌરી અને તેમના નવ સ્વરૂપો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ અમારી રીત છે. એક માર્ગ છે. બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તેની આગામી ફિલ્મ ‘UT ૬૯’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ ‘UT 69’ રાજ કુંદ્રાની બાયોપિક છે. ફિલ્મના ટ્રેલરમાં રાજ કુંદ્રા પર એડલ્ટ ફિલ્મો બનાવવાના આરોપો અને તે પછી જેલમાં વિતાવેલા તેમના જીવનની ઝલક બતાવવામાં આવી છે.