
શેખર સુમને પત્નીને ગિફ્ટ કરી રૂપિયા ૨.૪ કરોડનીBMWકાર
મુંબઈ, બિગ બોસ સિઝન ૧૬ના હોસ્ટ શેખર સુમને તેની મેરેજ એનિવર્સરી પર પત્નીને ૨.૪ કરોડ રૂપિયાની એક ચમકદાર કાર ભેટમાં આપી છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો સામે આવી છે. જ્યાં તે નવી ‘મ્સ્ઉ’ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. શેખર સુમન થોડા સમય પહેલા સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ ૧૬’માં એક સ્પેશિયલ સન્ડે સેગમેન્ટ હોસ્ટ કરતો હતો. આ ઘટના વર્ષ ૨૦૨૧ની છે કે જ્યારે વિવાદિત ડ્રગ્સ કેસમાં ફસાયેલા દીકરા આર્યન ખાનના કારણે દુઃખી શાહરુખ ખાન અને ગૌરી ખાનને જોતાં એક્ટર શેખર સુમન પણ ખૂબ દુઃખી હતો.
શાહરુખ ખાનના સપોર્ટમાં શેખર સુમને ટ્વિટ કરતા લખ્યું હતું કે ‘હું શાહરુખ ખાનનું દુઃખ સમજી શકું છું. જ્યારે મારા ૧૧ વર્ષના દીકરાનું નિધન થયું હતું ત્યારે શાહરુખ ખાન મને મળવા આવ્યો હતો અને મને ભેટી પડયો હતો.’ આમ, એક્ટર શેખર સુમને ટ્વિટ કરતા શાહરુખ ખાન અને ગૌરી ખાન માટેનો પોતાનો સપોર્ટ જાહેર કર્યો હતો. એક્ટર શેખર સુમને આ સાથે જ ટ્વિટર પર એક જૂનો કિસ્સો પણ શેર કર્યો હતો. જેમાં શેખર સુમને પોતાના દીકરાને ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. એક્ટર શેખર સુમને જણાવ્યું હતું કે ‘આ વાત ત્યારની છે કે જ્યારે મારા ૧૧ વર્ષના દીકરાનું મોત થયું હતું.
તેમણે ટ્વિટર પર આ ઘટનાને યાદ કરતા શાહરુખ ખાનનો આભાર વ્યક્ત કર્યો હતો અને તે માટે સંવેદના પણ વ્યક્ત કરી હતી. એક્ટર શેખર સુમને લખ્યું હતું કે ‘જ્યારે મેં મારા ૧૧ વર્ષના દીકરા આયુષને ગુમાવ્યો હતો ત્યારે શાહરુખ ખાન એકમાત્ર એવો એક્ટર હતો જે મને પર્સનલી મળવા માટે આવ્યો હતો. ત્યારે હું ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહ્યો હતો. શાહરુખ ખાન સેટ પર આવ્યો અને મને ભેટી પડીને સંવેદના વ્યક્ત કરી હતી. કોઈપણ માતા-પિતા માટે આ પ્રકારના દુઃખ અને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું સરળ નથી હોતું.