
લેટેસ્ટ ફોટોશૂટમાં શાહરુખની લાડલી લાગી સુપર હોટ
મુંબઈ, શાહરુખ ખાન અને ગૌરી ખાનની લાડલી સુહાના ખાને ભલે બોલિવૂડમાં પગ મુકયો નથી, પરંતુ હંમેશા કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતી હોય છે. જો કે આ દિવસોમાં સુહાના ખાનની તસવીરો અને વિડીયો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે. શાહરુખની લાડલી કોઇ પણ પાર્ટીમાં તેમજ ઇવેન્ટમાં જ્યારે હાજરી આપે છે ત્યારે લોકોની નજર એની પર ટકી જાય છે. કોઇ પણ પાર્ટી તેમજ ઇવેન્ટમાં સુહાના ખાનનું ડ્રેસિંગ તેમજ સ્ટાઇલ બધા કરતા હટકે હોય છે. સુહાના હોટ તસવીરો શેર કરીને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આમ, વાત કરવામાં આવે તો સુહાના ખાનનું એક લેટેસ્ટ ફોટોશૂટ સામે આવ્યુ છે જે આ સમયે સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોશૂટમાં સુહાના પિંક કલરના શિમરી ગાઉનમાં સુપર હોટ અને ગ્લેમરસ દેખાઇ રહી છે.
પિંક શિમરી ગાઉન સાથે સુહાનાએ ડાયમંડ નેકલેસ અને સાથે મસ્ત ઇયરરિંગ પહેરીને લુક કમ્પલીટ કર્યો છે. આ લુકમાં કિંગ ખાનની દીકરી સુપર હોટ લાગી રહી છે. સુહાનાનો આ લુક ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. સુહાનાના આ લુક પર લોકો ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે સુહાના ખાન જલદી બોલિવૂડમાં ડેબ્યુ કરશે. સુહાના નેટફ્લિક્સની અપકમિંગ ફિલ્મ ધ આર્ચીજથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે. જોયા અખ્તરના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં સુહાના ખાનની સાથે બોની કપૂરની દીકરી ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા પણ નજરે પડશે. આ ફિલ્મ ૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
આ સિવાય સુહાના સોશિયલ મિડીયા પર ખૂબ એક્ટિવ રહે છે. સુહાના સામાન્ય રીતે તસવીરો શેર કરીને ફેન્સને નવા-નવા અપડેટ્સ આપી રહે છે. ફેન્સ સુહાનાની તસવીરો પર એક પછી એક એમ હટકે કોમેન્ટ્સ કરી રહ્યા છે. શાહરુખની લાડલી સુહાના ખાન દેખાવમાં પણ એકદમ સ્માર્ટ છે. સુહાના ખાન પોતાના લેટેસ્ટ વિડીયો શેર કરીને હંમેશા ફેન્સને નવી અપડેટ્સ આપતી રહેતી હોય છે. સુહાના ખાનની મુવી કયારે રિલીઝ થશે એ વાતને લઇને ફેન્સ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. સુહાના ખાનને ફેમિલી સાથે પણ વધારે અટેચમેન્ટ છે.