પઠાનના પ્રમોશન માટે બિગ બોસ અને કપિલ શર્મા શોમાં નહીં જાય શાહરુખ

ફિલ્મી દુનિયા

મુંબઈ, વર્ષ ૨૦૧૮માં આવેલી ‘ઝીરો’ ફિલ્મ ફ્લોપ થયા બાદ હવે શાહરૂખ ખાન ‘પઠાણ’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને હાલમાં તે ભારે ચર્ચામાં છે. આખી ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, પરંતુ આ વખતેSRKની મેથડ થોડી અલગ છે. તે ના તો કોઈ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્ટરવ્યુ આપી રહ્યો છે અને ના તો કોઈ રિયાલિટી શોમાં જઈ રહ્યો છે. આ વખતે તે પોતે પોતાના ફેન્સને મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે જોડાઈ રહ્યો છે અને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે.

હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તેણે ‘ધ કપિલ શર્મા શો’ની ટીમના શોમાં આવવાની ના પાડી દીધી હતી અને તેનો સલમાન ખાનના શો ‘બિગ બોસ ૧૬’ના સ્ટેજ પર જવાનો પણ કોઈ ઈરાદો નથી. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન પણ ફિલ્મ ‘પઠાણ’નો એક ભાગ છે. આ ફિલ્મમાં તે ખાસ કેમિયો રોલમાં જોવા મળશે. એવું માનવામાં આવે છે કે શાહરૂખ અને સલમાન રિયાલિટી શો ‘બિગ બોસ ૧૬’માં એકસાથે ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળી શકે છે. શાહરૂખ આ શોના એક એપિસોડમાં જોવા મળશે,

જે આવતા અઠવાડિયે ટેલિકાસ્ટ થશે. શાહરૂખ ખાન બિગ બોસ શોમાં જઈ રહ્યો નથી. તે તેના પ્રેક્ષકો સુધી સીધા જ પહોંચવાનું પસંદ કરે છે. સૂત્રએ એવું પણ જણાવ્યું છે કે કપિલ શર્મા અને તેના શોની ટીમ તરફથી ઘણી વિનંતીઓ કરવામાં આવી હતી, પરંતુ શાહરૂખ ખાને નમ્રતાપૂર્વક તેનો ઇનકાર કર્યો હતો. સૂત્રે વધુમાં ઉમેર્યું હતું કે, ફિલ્મે તેની ગતિ પકડી લીધી છે અને આ વખતે શાહરૂખ મીડિયા સાથેની વાતચીતને ટાળી રહ્યો છે, તે કોઈપણ મીડિયા પ્રમોશન વિના ફિલ્મની રિલીઝને આગળ વધારી રહ્યો છે.

તેણે જણાવ્યું કે, દીપિકા શાનદાર છે. તેણે એક્શન સિક્વન્સ પણ જબરદસ્ત કરી છે. બેશરમ રંગ ગીત માટે દીપિકા જેવી જ કોઈ જોઈતી હતી. જેની હાઈટ પણ વધારે હોય. જ્યારે તમે ફિલ્મ જોશો તો તમને સમજાશે કે દીપિકા અદ્દભુત ડાન્સર પણ છે અને એક્શન પણ જબરદસ્ત કરે છે. શાહરુખે લોકેશન વિશે વાત કરતાં જણાવ્યુંકે, સિદ્ધાર્થ અને મેકર્સે આ શૂટિંગ માટે અત્યંત ખાસ લોકેશનની પસંદગી કરી છે. મેં પોતે આ પ્રકારની જગ્યા પહેલા નહોતી જોઈ. આ અત્યંત સુંદર સ્થળ છે. હું ત્યારે બાળકોને પણ લઈ ગયો હતો અને તેમને પણ ત્યાં ઘણી મજા આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.