
શાહરૂખ ખાન અને અમેરિકી રાજદૂત વચ્ચે મુલાકાત યોજાઈ
ભારતમા અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ મુંબઈમાં શાહરૂખ ખાન સાથે તેમના નિવાસસ્થાન મન્નત ખાતે મુલાકાત કરી હતી.આ દરમિયાન બંનેએ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સિવાય અન્ય બાબતો પર ચર્ચા કરી હતી.ગારસેટ્ટી આ પહેલા અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પહોંચ્યા હતા,જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.આ દરમિયાન તે આશ્રમમાં ચરખા ચલાવતા પણ જોવા મળ્યા હતા.