
શહેનાઝ ગિલે પોતાના માટે ખરીદી ડાયમંડ રિંગ
મુંબઈ, બિગ બોસ ૧૩થી પોપ્યુલર થયેલી શહેનાઝ ગિલ આજકાલ પોતાના ચેટ શોના લેટેસ્ટ એપિસોડને લઈને ચર્ચામાં છે. શહેનાઝના ચેટ શોમાં બોલિવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ મહેમાન બનીને આવી હતી. રકુલ સાથેની વાતચીત દરમિયાન શહેનાઝ ગિલે એક રસપ્રદ ખુલાસો કર્યો હતો. રકુલે શહેનાઝની આંગળીમાં ડાયમંડ રિંગ જોઈ હતી. જોતાં જ તેણે સુંદર હોવાનું કહ્યું હતું.
શહેનાઝ ગિલે ડાયમંડ રિંગ જમણા હાથની આંગળીમાં પહેરી હતી ત્યારે ડાબા હાથની રિંગ ફિંગર તરફ ઈશારો કરતાં રકુલે કહ્યું, *આ ખોટી આંગળીએ પહેરી છે. શું તને આ આંગળી માટે કોઈએ રિંગ ના આપી?* શહેનાઝે જવાબ આપતાં કહ્યું કે, તે રિલેશનશીપમાં નથી. બંને ‘પંજાબી કુડીઓ’ વચ્ચે સંવાદ આમ જ આગળ વધતો રહ્યો. જે બાદ રકુલ કહે છે કે, ‘આ રિલેશનશીપ માટે નથી પરંતુ તેને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે છે.’ ત્યારે શહેનાઝ સવાલ કરે છે કે,’શું તને રિલેશનશીપ પહેલા જ મળી ગઈ હતી? તો પછી હું તો ચાર બોયફ્રેન્ડ રાખીશ.’
શહેનાઝની વાત સુધારતાં રકુલ કહે છે, *ના એવું નથી હોતું પરંતુ સંબંધને પાકો કરવા માટે રિંગ આપવામાં આવે છે. મને આશા છે કે કોઈક આપશે.* ત્યારે શહેનાઝ કહે છે કે, કોઈ રિંગ આપવાને લાયક હોય તેવું હજી સુધી મળ્યું નથી. રકુલ શહેનાઝની વાત સાથે સહમત થતાં કહે છે કે, *હા, એ વ્યક્તિ લાયક હોવો જોઈએ નહીં તો પછી આપણે જાતે જ ખરીદી લેવાની.* તરત જ શહેનાઝ કહે છે કે, *હા, મેં મારી જાતે જ ખરીદી છે. મેં મારી જાતે જ ખરીદી લીધી
જેથી કોઈએ લઈ આપવી ના પડે.* રકુલે સ્વીકાર્યું કે તે સિંગલ હતી ત્યારે તેણે પણ જાતે જ રિંગ ખરીદી હતી. *મેં પહેલા મારી જાતે જ રિંગ ખરીદી હતી એમ વિચારીને કે હું મારી જાત માટે જાતે જ હીરો ખરીદી શકું છું અને જો કોઈએ મને આપવી હોય તો મારી પાસે છે એના કરતાં મોટો ડાયમંડ આપવો. અથવા તો સૌથી મહત્વનું કે એ વ્યક્તિ થકી મને માનસિક શાંતિ મળવી જોઈએ.* નોંધનીય છે કે, રકુલ પ્રીત સિંહ હાલ એક્ટર-પ્રોડયુસર જેકી ભગનાની સાથે રિલેશનશીપમાં છે. વર્કફ્રંટની વાત કરીએ તો, શહેનાઝ ગિલ પાસે હાલ વિજ્ઞાપનો, સોલો પ્રોજેક્ટ ઉપરાંત ફિલ્મો અને ચેટ શો છે. સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવુડમાં ડેબ્યૂ કરશે.