
આવતા વર્ષે શાહિદ કપૂરની એક્શન થ્રીલર ફિલ્મ રીલીઝ થશે
શાહીદ કપૂરની એક્શન થ્રીલર ફિલ્મનું શૂટિંગ આગામી મહિનાઓમાં શરૂ થશે અને તે આવતા વર્ષે રીલીઝ થશે.ત્યારે આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી કરવામાં આવ્યુ નથી.જે ફિલ્મનું દિગ્દર્શન મલયાલમ દિગ્દર્શક રોશન એન્ડ્રૂઝ કરશે.ફિલ્મની વાર્તા પોલીસ ઓફિસરની આસપાસ ફરે છે.જે એક હાઇ પ્રોફાઇલ કેસની તપાસ કરતો હોય છે. જેમ જેમ તે આ તપાસમાં ઊંડો ઊતરતો જાય છે તેમ તેની સામે વિશ્વાસઘાત અને દગો થયાનું સામે આવે છે.