શાહરુખ ખાને ડંકીના ધાંસુ પોસ્ટર્સ કર્યા શેર

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડંકી’ને લઈને ચર્ચામાં છે. જ્યારથી ડંકીનું પહેલું ટીઝર બહાર આવ્યું છે ત્યારથી આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. હવે ચાહકોની ઉત્તેજના વધારવા માટે કિંગ ખાને ફિલ્મના બે નવા પોસ્ટર રિલીઝ કર્યા છે. ફેન્સ શાહરુખની આ ફિલ્મને લઈને ખુબ ઉત્સાહિત છે. શાહરૂખ ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મના પોસ્ટર શેર કર્યા છે, જ્યાં તેની સાથે ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટ પણ જોવા મળી રહી છે.

આ શેર કરતી વખતે શાહરૂખ ખાને ખૂબ જ ફની કેપ્શન લખ્યું છે. એક પોસ્ટરમાં શાહરૂખ તેના આખા ક્રૂ સાથે જોઈ શકાય છે. જ્યારે બીજા પોસ્ટરમાં દરેક લોકો રણમાં જોવા મળે છે. આ પોસ્ટર્સ શેર કરતી વખતે શાહરૂખ ખાને લખ્યું છે કે, ‘અમે બિલકુલ એવા જ દેખાઈ રહ્યા છીએ જે રીતે રાજુ સરએ તેમના ‘ઉલ્લુ કે પઠ્ઠે’ ની કલ્પના કરી હતી. તેમના વિશે ઘણું શેર કરવાનું બાકી છે.

રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ નાતાલના ખાસ અવસર પર રિલીઝ થશે. વાર્તાની વાત કરીએ તો ડંકીમાં ૪ મિત્રોની વાર્તા બતાવવામાં આવી છે, જેઓ ઈંગ્લેન્ડ જવાનું સપનું જુએ છે. તેના તમામ મિત્રોની જવાબદારી હાર્દિક એટલે કે શાહરૂખ ખાનના ખભા પર છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં શાહરૂખ સિવાય તાપસી પન્નુ, દિયા મિર્ઝા, ધર્મેન્દ્ર, બોમન ઈરાની, સતીશ શાહ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તો વિકી કૌશલ અને કાજોલ કેમિયોમાં જોવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.