શાહરૂખ પોતાના પ્રિય લોકેટમાં માતા-પિતાનો ફોટો રાખે છે?

ફિલ્મી દુનિયા

મુંબઈ, ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન અવારનવાર પોતાના માતાપિતાને યાદ કરતો જોવા મળે છે. તે લોકોને પણ પોતાના માતાપિતાનું સન્માન કરવાની હંમેશા સલાહ આપયો હોય છે. શાહરૂખ જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપે છે ત્યારે તે પોતાની માતાનું નામ લેવાનું ભૂલતો નથી. શાહરૂખની દરેક વાતમાં સ્પષ્ટ દેખાય છે કે, તે તેના માતાપિતાને કેટલો પ્રેમ કરે છે.

તેવામાં અત્યારે શાહરૂખ ખાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર છવાઈ રહ્યો છે, જેમાં તે બતાવી રહ્યો છે કે, કઈ રીતે તે હંમેશા તેના માતાપિતાનો ફોટો સાથે લઈને જ ફરે છે. શાહરૂખનો આ થ્રોબેક વીડિયો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે, જેમાં શાહરૂખ પોતે ગળામાં પહેરેલું લોકેટ ખોલીને બતાવી રહ્યો છે. આ લોકેટમાં શાહરૂખે તેના દિવંગત પિતા મીર તાજ મોહમ્મદ ખાન અને દિવંગત માતા લતીફ ફાતિમા ખાનનો ફોટો રાખ્યો છે. શાહરૂખ આ વીડિયોમાં પોતાનું લોકેટ ખોલીને એ બતાવવાનો પ્રયાસ કરે છે અને જ્યારે તે ખૂલી જાય છે તો કેમેરાની સામે તે પોતાના માતાપિતાની એક ઝલક દેખાડે છે. આ વીડિયો એ સમયનો છે.

જ્યારે શાહરૂખ વર્ષ ૨૦૧૭માં તેની ફિલ્મ રઈસનું પ્રમોશન કરી રહ્યો હતો. જોકે, તેના આ જૂના વીડિયો પર તેના ફેન્સ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, વર્ષ ૧૯૮૧માં શાહરૂખ ખાનના પિતાનું નિધન થયું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૯૦માં તેની માતાનું પણ નિધન થઈ ગયું હતું. જોકે, શાહરૂખે તે સમયે ફિલ્મી દુનિયાથી પહેલા ટીવીમાં ડેબ્યું કર્યું હતું.

શાહરૂખ ઈચ્છતો હતો કે, તે તેની માતાને તેનો પહેલો ફેમસ શૉ બતાવી શકે. જોકે, તે સમયે શાહરૂખ ખાનની માતા હોસ્પિટલાઈઝ્ડ હતી અને હોસ્પિટલમાં તેનો શૉ સર્કસ જોવાની મંજૂરી પણ લેવામાં આવી હતી.

જોકે, શાહરૂખ ખાનની માતાની તબિયત ત્યારે એટલી ખરાબ હતી કે, તે ટીવી પર પોતાના પુત્રને ઓળખી પણ ન શકી. શાહરૂખે આ અંગેનું પોતાનું દુઃખ પોતાના ઈન્ટરવ્યૂમાં પણ વ્યક્ત કર્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ડંકી ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ના દિવસે રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તાપસી પન્નૂ, સતીશ શાહ અને બોમન ઈરાની જોવા મળશે. જાણવા મળી રહ્યું છે કે, ફિલ્મની સ્ટોરી ઈમિગ્રેશનની આસપાસ ફરતી જોવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.