શાહરુખે દિગ્ગજ અભિનેતા રાજ કપુરની બરોબરી કરી

ફિલ્મી દુનિયા

મુંબઈ, શાહરૂખ ખાનની ફિલ્મ જવાન એક પછી એક નવો ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મ કિંગ ખાન માટે વરદાનથી ઓછી નથી. જવાન ૭ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ અગાઉ પઠાણેે પણ મોટુ કલેક્શન કર્યું હતું. જે બાદ હવે શાહરૂખ ખાનના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે.

આ વર્ષે કિંગ ખાનની બે ફિલ્મો રિલીઝ થઈ છે અને બંને ફિલ્મોએ સૌથી વધુ કમાણી કરનારનો ખિતાબ જીત્યો છે. આ સાથે શાહરૂખ ખાન એવો બીજો અભિનેતા બની ગયો છે જેની એક વર્ષમાં રિલીઝ થયેલી બે ફિલ્મોએ સૌથી વધુ કલેક્શન કર્યું છે. આ પહેલા આ રેકોર્ડ રાજ કપૂરના નામે હતો જેમની બે ફિલ્મો ‘બરસાત’ અને ‘અંદાઝ’એ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારનું બિરુદ નોંધાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ‘જવાન’એ અત્યાર સુધી ઘરેલુ બોક્સ ઓફિસ પર ૫૮૪.૩૨ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન પણ ૧૦૪૩.૨૧ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ‘પઠાણ’ વિશે વાત કરીએ તો, આ ફિલ્મ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી, જેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર ૫૪૦.૫૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને વિશ્વભરમાં ૧૦૪૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે, શાહરૂખ ખાનની બે ફિલ્મોએ મળીને એક વર્ષમાં વિશ્વભરમાં ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

‘જવાન’ અને ‘પઠાણ’ના કલેક્શનથી શાહરૂખ ખાન દિવંગત પીઢ અભિનેતા રાજ કપૂરની બરાબરી પર આવી ગયો છે. ૧૯૪૯માં રાજ કપૂરની બે ફિલ્મો ‘બરસાત’ અને ‘અંદાઝ’ રિલીઝ થઈ હતી, જેણે એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરી હતી. આ રીતે, રાજ કપૂર એક વર્ષમાં બે ઓલ ટાઈમ ગ્રોસર ફિલ્મો આપનાર પ્રથમ અભિનેતા બન્યા.

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ ડંકી પણ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ડંકી’ ૨૨ ડિસેમ્બરે રિલીઝ થશે અને જો તે પઠાણ અને જવાનની જેમ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરશે તો શાહરૂખ ખાન રાજ કપૂરને પાછળ છોડીને એક વર્ષમાં ત્રણ ઓલ ટાઈમ ગ્રોસર ફિલ્મો આપનાર પહેલો અભિનેતા બની જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.