સિરિયલ મેરે સાઈની સદસ્યને કોરોના થતા શૂટિંગ ફરી કરાયું બંધ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનમાં ઘણા ટીવી અને ફિલ્મ પ્રોજેક્ટ અટકી ગયા હતા જે હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે પણ સોની ટીવીની સિરિયલ મેરે સાઈ પર આફત આવી છે. સિરિયલમાં કામ કરી રહેલા એક સદસ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લગભગ ૧૦૦ દિવસ બાદ શૂટિંગ શરૂ થયું હતું પરંતુ શરૂ થવાની સાથે જ તે બંધ પણ કરી દેવું પડ્યું છે. આ સાથે ટીવી શોના તમામ કલાકારો અને ક્રૂ ના સદસ્યોને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
ફિલ્મમાં સામેલ એક એક્ટર તુષાર દલવીએ જણાવ્યું હતું કે મને ખુદને આશ્ચર્ય થયું છે પરંતુ સદસ્યો ઘણો સહકાર આપી રહ્યા છે અને હાલ પૂરતું તો શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. જાકે આમ બનતું રહેશે અને દરેકે આ માટે તૈયારી રાખવાની છે. કોઇને પણ આ થઇ શકે છે. હા, અમારી રીતે જાઇએ તો આ થોડું વહેલું થઈ ગયું અને શૂટિંગ શરૂ થતાં જ અટકાવી દેવું પડ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.