સવિતા બજાજ જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી, આઈસીયુમાં દાખલ

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 39

મુંબઈ,
ફિલ્મ ‘નાદિયા કે પાર’ ફેમ અભિનેત્રી સવિતા બજાજ જીવનના ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક-એક પૈસા માટે હેરાન થતી સવિતા બજાજને તાજેતરમાં કહેવામાં આવ્યું હતું કે તેણીના રોગોની સાથે નાણાકીય પ્રશ્નોના કારણે પણ તે ખૂબ જ પરેશાન છે. પૈસાની તંગી એવી છે કે વૃદ્ધાશ્રમમાં પણ કોઈ તેમને સહારો આપવા તૈયાર નથી. હવે એવા અહેવાલ છે કે સવિતા બજાજની તબિયત લથડી ગઈ છે અને તે આઈસીયુમાં દાખલ છે. અભિનેત્રી નુપુર અલંકારે તેની પુષ્ટિ કરી છે.
અચાનક તબિયત લથડતાં સવિતા બજાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેત્રી નુપુર અલંકારે જણાવ્યું, હાલમાં તેની સ્થિતિમાં થોડો સુધારો જાેવા મળી રહ્યો છે, પરંતુ તે હજી પણ ડોકટરોની દેખરેખ હેઠળ આઈસીયુમાં છે.
અભિનેત્રી નુપરે જણાવ્યું, સવિતા બજાજને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જાે કે તબિયત સુધરે તે પછી તરત જ તેમને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવશે.
અભિનેત્રીએ કહ્યું, તે (સવિતા બજાજ) જેમાં રહે છે તે ચાલમાં એક નાનકડી બારી પણ નથી. આ જાેયા પછી, મેં વિચાર્યું કે આપણે કેટલાક વૃદ્ધાશ્રમમાં વાત કરવી જાેઈએ, પરંતુ કોરોનાને કારણે, કોઈ પ્રવેશ આપવા તૈયાર નથી. તેમણે જણાવ્યું હતું કે આજ સુધી મેં ૫ થી ૬ વૃદ્ધાશ્રમોને કોલ કર્યો છે, પરંતુ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. ઘણા લોકો તો એવા પણ મળ્યા કે જેમણે આ સાંભળીને ફોનને ડિસ્કનેક્ટ કર્યો.
સવિતા બજાજે કહ્યું, તેણીને રાઇટર્સ એસોસિએશન અને સિન્ટા (સિને અને ટેલિવિઝન આર્ટિસ્ટ્‌સ એસોસિએશન) તરફથી જે મદદ મળી રહી છે તે જ તેનું સમર્થન છે. તેણે જણાવ્યું હતું કે તે રાઈટર્સ એસોસિએશન તરફથી ૨ હજાર રૂપિયા અને સીએનટીએએ તરફથી ૫ હજાર રૂપિયા મેળવે છે, જેમાંથી તે રહે છે.
પોતાનું દુઃખ વર્ણવતા અભિનેત્રી બજાજે કહ્યું, ‘મારી સંભાળ લેનાર કોઈ નથી. ૨૫ વર્ષ પહેલા મેં નક્કી કર્યું હતું કે હું પાછી વતન દિલ્હી જઇશ, પરંતુ મારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ મને રાખવા માગતો નથી. તેમણે કહ્યું કે મેં ઘણું કમાવ્યું છે, અનેક જરૂરીયાતમંદોને મદદ કરી છે, પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે મારે જ મદદની જરૂર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.